WhatsApp Group Join Now
Telegram Group Join Now

Coaching Sahay Yojana 2024 – ટ્યુશન માટે ₹20,000 સુધીની મળશે સહાય રકમ, લાભ લેવા માટે અહી ક્લિક કરો

Coaching Sahay Yojana 2024

Coaching Sahay Yojana 2024 : ચાલો મિત્રો આજે આપણે જાણીએ ગુજરાતના કોચિંગની સહાય યોજના વિશે. આપણા ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે ઘણી બધી સહાય યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તેમાંની જ આ એક સહાય યોજના છે કે જેમાં સરકાર દ્વારા સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે 20,000 રૂપિયા આપવામાં આવે છે. તમે બધા જાણતા જ હશો કે અત્યારના બાળકો સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે ટ્યુશન ક્લાસો અને કોચિંગ ક્લાસો રાખતા હોય છે તેમાં કેટલી બધી ફીઓ પણ ભણતા હોય છે તો સરકાર દ્વારા આ એક એવી અમૂલ્ય સેવા બહાર પાડવામાં આવી છે કે જેનાથી આજના બાળકોને તેમનું ભવિષ્ય બનાવવા માટે 20,000 રૂપિયા સરકાર સહાય કરી રહી છે.

Coaching Sahay Yojana 2024 – વિગતવાર 

યોજનાનું નામ કોચિંગ સહાય યોજના 2024
વિભાગ નિયામક અનુસૂચિત જાતિ વિભાગ
લાભાર્થી અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાય રૂ. 20,000/- સુધી સહાય

 

કોચિંગ સહાય યોજના વિશે અન્ય માહિતી

આ યોજનાની શરૂઆત સરકારે ૨૦૧૭ – ૨૦૧૮ માં કરી હતી . આ સરકારી સહાય યોજના હેઠળ ઘણા બધા બાળકોને તેમનું ભવિષ્ય બનાવવામાં એક સહારો મળ્યો છે. તો ચાલો મિત્રો સરકારની આ કોચિંગ સહાય યોજના નો આજના યુવાધન એટલે કે આજનું આપણું ભારત દેશનું ભવિષ્ય કઈ રીતે આનો લાભ લઈ શકે તેમ જ તે સરકારી પરીક્ષાઓમાં મહેનત કરી શકે અને આ સહાયનો લાભ મેળવી શકે તેના માટે તેની કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર રહે છે તેના વિશેની આગળ માહિતીઓ જાણીએ.

કોચિંગ સહાય યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા સહાય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટે સારું કોચિંગ મળે તે ખૂબ જ જરૂરી છે. તો આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જોડાનારા વિદ્યાર્થીઓને આ મદદ આપવામાં આવશે.

કોચિંગ સહાય યોજના માટેની પાત્રતા

  • આ યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થી અનુસૂચિત જાતિના વર્ગ નો હોવો જોઈએ.
  • જે વિદ્યાર્થીઓ સ્નાતકની પરીક્ષામાં 50% થી વધુ માર્ક્સ મેળવીને પાસ કરેલી હોય તે વિદ્યાર્થી આ સહાય નો લાભ લઈ શકે છે.
  • પુરુષ હોય તો વધુમાં વધુ 35 વર્ષ અને સ્ત્રી હોય તો વધુમાં વધુ 40 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ જ આ સહાય નો લાભ લઈ શકે છે.
  • વિદ્યાર્થીના માતા પિતા સરકારી નોકરી કરતા ન હોય તે જ આ સહાયનો લાભ લઈ શકે છે.

કોચિંગ માટેના નિયમો

  • સંસ્થા ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષથી કોચિંગ કરાવતી હોવી જોઈએ.
  • સંસ્થા પાસે જીએસટી હોવું જોઈએ.
  • સંસ્થા પાસે વિદ્યાર્થીઓની હાજરી માટેનું ફિંગર પ્રિન્ટ મશીન હોવું જોઈએ.

સંસ્થા નીચેના કોઈપણ એક અધિનિયમ પ્રમાણે હોવી જોઈએ

  • મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
  • કંપની અધિનિયમ, ૧૯૫૬
  • શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર સરકારી પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ કરવા માટેની કોચિંગ ક્લાસના 20,000 રૂપિયા સહાયરૂપે આપે છે. આ સહાયની રકમ વિદ્યાર્થીને કોચિંગ પૂરું થયા બાદ નાયબ અરજી મંજૂર કરી વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં જ જમા કરી દેવામાં આવે છે. આ સહાય ની યોજના કોચિંગ પૂરું કર્યા બાદ સમાજ કલ્યાણ ઓફિસે વાત કરી અને પછી મેળવવામાં આવે છે.

આવશ્યક દસ્તાવેજ

  • વિદ્યાર્થીનું આધારકાર્ડ
  • આવકનો દાખલો
  • જાતી અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઈસન્સ / રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • સ્નાતક કક્ષાની માર્કશીટ
  • બેન્ક પાસબુક
  • જે સંસ્થામાં એડમિશન લીધું છે તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં એડમિશન લીધેલ છે તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
  • ફી ભરેલ પહોંચ

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

સૌપ્રથમ સરકારની ઓફિશિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/ નીચે ફોટામાં દર્શાવેલ છે તે મુજબ જવું, ત્યાર પછી નીચે આપેલા ફોટામાં દર્શાવ્યા મુજબ નું પેજ ખુલશે.

Coaching Sahay Yojana 2024 - ટ્યુશન માટે ₹20,000 સુધીની મળશે સહાય રકમ, લાભ લેવા માટે અહી ક્લિક કરો

ઉપરના ફોટામાં દર્શાવ્યા મુજબ apply now ના બટન ઉપર ક્લિક કરો,

Coaching Sahay Yojana 2024 - ટ્યુશન માટે ₹20,000 સુધીની મળશે સહાય રકમ, લાભ લેવા માટે અહી ક્લિક કરો

એ થયા બાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Coaching Sahay Yojana 2024 - ટ્યુશન માટે ₹20,000 સુધીની મળશે સહાય રકમ, લાભ લેવા માટે અહી ક્લિક કરો

રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ છેલ્લે સબમીટ કરવાનું રહેશે, સબમીટ થયા બાદ આઈડી અને પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે,

લોગીન થઈ જાય પછી ઘણી બધી યોજનાઓ જોવા મળશે, તેમાંથી ઉપર દર્શાવેલ મુજબ કોચિંગ સહાય યોજના ઉપર ક્લિક કરવું, ફોટામાં દર્શાવ્યા મુજબ Apply now કરવાનું રહેશે.

Coaching Sahay Yojana 2024 - ટ્યુશન માટે ₹20,000 સુધીની મળશે સહાય રકમ, લાભ લેવા માટે અહી ક્લિક કરો

ત્યાર પછી ઉપર દર્શાવ્યા મુજબનું બોક્સ ખુલશે તેમાં ક્રમ પ્રમાણે બધી પ્રોસેસ કરવાની રહેશે.

Coaching Sahay Yojana 2024 - ટ્યુશન માટે ₹20,000 સુધીની મળશે સહાય રકમ, લાભ લેવા માટે અહી ક્લિક કરો

ત્યાર પછી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે તેમની સાઈઝ એક એમબી હોવી જોઈએ

છેલ્લે બાંહેધરી આપીને સબમીટ કરવાની અરજી આપવાની રહેશે.

ત્યાર પછી અરજી નાયબ નિયામક મંજૂર કરશે અને પછી સહાય વિદ્યાર્થીના બેંક ખાતામાં આવી જશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
અન્ય માહિતી માટે અહી ક્લિક કરો
HomePage અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment