WhatsApp Group Join Now
Telegram Group Join Now

Farmer ID card : ખેડૂતોએ ફાર્મર કાર્ડ બનાવવું પડશે નહીં તો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે

Farmer ID card

Farmer ID card: આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૃ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહિ મળે. વડોદરા જિલ્લા પંચાયત ના ખેતીવાડી અધિકારી નીતિન વસાવા એ કહ્યું છે કે, દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે.

રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિન્ક કરેલો મોબાઈલ અને સર્વે નંબર 7/12 તેમજ 8 અ ના પુરાવા રજૂ કરવાના રહેશે.જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ,લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.

Farmer ID card કેમ જરૂરી

ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી તથા પારદર્શકતાપૂર્વક અને સમયસર મળી રહેશે. ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પી.એમ કિસાન સન્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા લાભ એક પ્લેટફોર્મ પર મળી રહેશે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂ. ૨૦૦૦ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે.

Farmer ID card વિશે અન્ય માહિતી

Farmer I’d card : હાલ બધાને એ તો ખબર જ છે કે આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે ફરજિયાત છે કેમ કે આધાર કાર્ડ વગર કોઈ કામ શક્ય બનતા નથી પણ હવે ભારતના ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ કઢાવવું પણ ફરજિયાત થયું છે. જો તમે ખેડૂત છો અને આ કાર્ડ નથી બનાવતા તો તમે ઘણી બધી યોજનાઓના લાભથી વંચિત રહી શકો છો, આ વિશેની વિગતવાર માહિતી નીચે આપેલી છે તેથી આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળી રહે એ વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા.15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મુકાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધી ૧.૪૨ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાના બાકી રહેતા તમામ ખેડૂતમિત્રોએ વહેલી તકે નોંધણી કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે.

જો રજીસ્ટ્રેશન ના કરાવીએ તો

જો તમે ભારતીય ખેડૂત છો અને આ વાતને ગંભીરતા પૂર્વક લેતા નથી અને છેલ્લી તારીખ પહેલાં રજીસ્ટ્રેશન નથી કરાવતા તો તમને દર ત્રણ મહિને મળતો બે હજાર રૂપિયાનો હપ્તો મળતો બંધ થઈ જશે, આ ઉપરાંત પણ તમે નીચે મુજબની યોજનાના લાભ થી વંચિત પણ રહી શકો છો.

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના
  • પ્રધાન મંત્રી ફસલ બિમા યોજના
  • કિસાન ક્રેડિટ કાર્ડ
  • લઘુતમ ટેકાના ભાવ

ઓનલાઈન રજીસ્ટ્રેશન કવી રીતે કરવું

જો તમે ખેડૂત છો અને તમે તમારું કિસાન આઈડી કાર્ડ અથવા કિસાન આઈડી કાર્ડ બનાવવા ઈચ્છો છો, તો તમે તેના માટે ઘરે બેસીને અરજી કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે –

  • ખેડૂત આઈડી કાર્ડ નોંધણી માટે, સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • આ વેબસાઈટનું મુખ્ય પેજ ખુલશે જ્યાં તમારે “Create New User Account” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી, એક નવું પેજ ખુલશે, આ પેજમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરીને સબમિટ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે OTP વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
  • OTP વેરિફિકેશન પછી, તમારે મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે અને મોબાઈલ નંબર વેરિફિકેશન માટે OTP ફરીથી વેરિફાય કરવો પડશે.
  • ત્યારબાદ તમારે પાસવર્ડ બનાવવો પડશે અને “Create My Account” વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • આ રીતે તમારું રજીસ્ટ્રેશન પોર્ટલ પર થઈ જશે.
  • સફળ નોંધણી પછી, તમારે હોમ પેજ પર પાછા આવવું પડશે અને “લોગિન એઝ ફાર્મર” વિકલ્પ પસંદ કરવો પડશે.
  • હવે તમારે OTP વેરીફાઈ કર્યા પછી લોગઈન કરવું પડશે.
  • આગલા પગલામાં ડેશબોર્ડ તમારી સામે ખુલશે. અહીં તમારે આપેલા વિકલ્પ “રજીસ્ટર એઝ ફાર્મર” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
  • આ પછી તમારે આપેલા “પ્રોસીડ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમ તમે આગળ વધશો, તમારી સામે એક પોપ અપ પેજ ખુલશે જેમાં તમને “Proceed To E Sign” નો વિકલ્પ મળશે.
  • જેમ તમે આ વિકલ્પ પર ક્લિક કરશો કે તરત જ તમારી સામે બીજું પેજ ખુલશે.
  • હવે અહીં તમારે “Aadhaar Based OTP Verification” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને પછી “Submit” ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • તમે સબમિટ કરતાની સાથે જ તમારું ખેડૂત ID રજીસ્ટર થઈ જશે અને તમને એક સ્લિપ દેખાશે.
  • તમારે આ સ્લિપ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરવી પડશે અને તેને સુરક્ષિત રાખવી પડશે.
  • આ રીતે ખેડૂત આઈડી કાર્ડ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ઘરે બેઠા સફળતાપૂર્વક પૂર્ણ થશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
કેટલીક અન્ય માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment