WhatsApp Group Join Now
Telegram Group Join Now

LPG Gas Subsidy – ઘેર બેઠા ચેક કરો સબસિડીના પૈસા જમા થાય છે કે નહિ

LPG Gas Subsidy

 

LPG Gas Subsidy : એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે સબસીડી તપાસવી ખૂબ જ મહત્વની છે ઉજ્વલા યોજના હેઠળ ઘણા બધા નાગરિકોને ખાસ કરીને આ યોજના હેઠળ મહિલાઓને સબસીડી પર એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવતો હોય છે ત્યારે સસ્તા ભાવમાં એલપીજી ગેસ આપવામાં આવે છે ત્યારબાદ સબસીડી ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં અથવા ઉજ્વલા યોજના હેઠળ સબસીડી મળવાપાત્ર માનવામાં આવે છે ત્યારે તમે તમારા સ્માર્ટફોન થી ઘરે બેઠા સબસીડીની ચકાસણી કરી શકો છો.

પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓને ખાસ કરીને ગરીબી રેખામાં આવતી તમામ મહિલાઓને ગ્રામીણ ક્ષેત્ર હોય કે પછી શહેરી ક્ષેત્રમાં ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરની મફતમાં સહાયતા આપવામાં આવે છે ત્યારબાદ તેમણે અડધા પૈસા ભરીને ગેસ સિલિન્ડર મેળવવાના હોય છે ગેસ સિલિન્ડર માટે સબસીડી ની સહાયતા આપવામાં આવે છે જે સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે નીચે એલપીજી ગેસ સબસીડી કેવી રીતે ચેક કરવી તેમની પ્રક્રિયા આપી છે.

LPG Gas Subsidy વિશે અન્ય માહિતી

ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ગરીબી રેખા હેઠળના પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપે છે. હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓને માત્ર 600 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી રહી છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો અને તમે એ જાણતા નથી કે સબસિડીની રકમ તમારા ખાતામાં જમા થઈ રહી છે કે નહીં, તો તમે આ રીતે તમે તપાસ કરી શકો છો.

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને મફત એલપીજી કનેક્શન આપે છે. ખાસ વાત એ છે કે આ કનેક્શન માત્ર મહિલાઓના નામે જ આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9.60 કરોડ એલપીજી કનેક્શન આપ્યા છે. તેમજ 75 લાખ વધુ લાભાર્થીઓને ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારતના ઘણા રાજ્યોમાં એલપીજી ગેસને લઈને ગ્રાહકોને રાહત આપવામાં આવી હતી. ઘણી જગ્યાએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઉજ્વલા યોજના હેઠળ આવતા તમામ લાભાર્થીઓને એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો એલપીજી ગેસ સબસીડી ઓફલાઈન ચેક કરવા માટે નજીકની ગેસ એજન્સી પર અથવા સર્વિસ સેન્ટર પર જવાનું રહે છે ત્યારબાદ તમે તમારી સબસીડી ની વિગતો અને માહિતી મેળવી શકો છો ઓનલાઇન દ્વારા એલપીજી ગેસ સબસીડી તપાસવામાં માટે નીચે આપેલી માહિતીને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને એલપીજી ગેસ સિલિન્ડર ઉજ્વલા યોજના હેઠળની વિભાગીય વેબસાઈટ પર જઈને તમે એલપીજી ગેસ સબસીડી ચેક કરી શકો છો.

કેટલા સિલિન્ડર પર સબસિડી મળવાપાત્ર છે

ઉજ્જવલા યોજના હેઠળ, લાભાર્થીઓ એક વર્ષમાં સબસિડી પર 12 એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે. સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એલપીજી સિલિન્ડર પર સબસિડી માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ આપવામાં આવશે. બાકીના લોકોએ બજાર કિંમત પર જ LPG સિલિન્ડર ભરાવાનું રહેશે. સરકાર ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારોને મફત રાંધણ ગેસ કનેક્શન આપે છે.

LPG Gas Subsidy ચેક કરવું શા માટે જરૂરી છે

કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ દેશના લગભગ લાખો પરિવારોને એલપીજી ગેસની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ લોકોને ઉજ્વલા યોજના નો લાભ અને ગેસ કનેક્શન આપવામાં આવે છે જે પણ લાભાર્થી એલપીજી ગેસ સિલિન્ડર ધારક છે તેમને દર મહિને એલપીજી ગેસ પર સબસીડી આપવામાં આવે છે સબસીડી બાદ કરતા એલપીજી ગેસ સિલિન્ડર માત્ર ₹300 થી 400 રૂપિયાની આસપાસ સસ્તો પડે છે આ યોજના હેઠળ લાભાર્થી વ્યક્તિને 300 થી 340 અથવા 400 રૂપિયા સુધીની સબસીડી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જો તમે સબસીડીની રકમ અને સબસીડીની ચકાસણી કરવા રસ ધરાવો છો તો નીચે સંપૂર્ણ પ્રક્રિયાને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને ઘરે બેઠા એલપીજી ગેસ સબસીડી ચેક (LPG Gas Subsidy Check) કરી શકો છો.

ઘેર બેઠા ચેક કરો સબસિડીના પૈસા

અનેક ફરિયાદો સામે આવી છે કે ગેસ સબસિડી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં બેઠાં પણ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં તે જાણી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઈલ દ્વારા જાણી શકશો.

કઈ રીતે જાણી શકાશે

  • સૌથી પહેલા https://pmuy.gov.in/mylpg.html વેબસાઇટ પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર ત્રણ એલપીજી સિલિન્ડર કંપનીઓનું એક ટેબ (તસવીર સાથે) હશે.
  • હવે તમારે તમારી કંપની (જેનું સિલિન્ડર લીધું છે) પસંદ કરવું પડશે.
  • જો તમે ઇન્ડેન ગેસનું સિલિન્ડર લો છો, તો તેના ટેબ પર ક્લિક કરો.
  • સબસિડી આવી છે કે નહીં તે ચેક કરવા માટે એક નવો ઇન્ટરફેસ ખુલશે.
  • પછી બાર મેનૂ પર જઈ ‘Give your feedback online’ પર ક્લિક કરો.
  • અહીં તમારો મોબાઇલ નંબર, એલપીજી કન્ઝ્યુમર આઈડી, રાજ્યનું નામ, વિતરકની માહિતી ભરો.
  • ત્યારબાદ ‘Feedback Type’ પર ક્લિક કરો.
  • ‘Complaint’ વિકલ્પ સિલેક્ટ કરીને ‘Next’ બટન પર ક્લિક કરો.
  • નવા ઇંટરફેસમાં તમારી બેંક વિગતો દેખાશે અને તમે જાણી શકશો કે સબસિડીની રકમ ખાતામાં આવી છે કે નહીં.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
અન્ય આવી કેટલીક માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment