WhatsApp Group Join Now
Telegram Group Join Now

Rotavator Sahay Yojana Gujarat 2024/25 – ખેડૂતોને રોટાવેટર ખરીદવા માટે રૂ.50,400 સુધીની મળશે સબસિડી સહાય

Rotavator Sahay Yojana

 

Rotavator Sahay Yojana Gujarat 2024/25 : ગુજરાતના ખેડૂત આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ખેત પેદાશમાં વધારો કરી સમૃદ્ધ બને તે હેતુંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહાકાર વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતને ખેત વિષયક સાધનોની ખેતીકામ માટે ઘણી જરૂરિયાત રહેતી હોય છે. ઘણા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આવા સાધનો ખરીદી શકતા નથી. જેથી સરકાર દ્વારા ખેતી માટે જરૂરી એવા સાધન રોટાવેવર માટે Rotavator Sahay Yojana Gujarat અમલમાં મુકેલ છે. જેના માટે તા. 21/09/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે મિત્રો, આ આર્ટિકલમાં રોટાવેવર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને કેટલી સહાય મળશે? તેની વિગતે માહિતી જણાવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ.

Rotavator Sahay Yojana Gujarat – વિગતવાર

યોજનાનું નામ રોટાવેટર સહાય યોજના
ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થી ગુજરાતના ખેડૂતોના તમામ
મળવાપાત્ર સહાય રકમ 8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા
રૂ.50,400. એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અરજી મોડ ઓનલાઈન

 

રોટાવેટર સહાય યોજના વિશે અન્ય માહિતી

આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતગાર થયેલા છે. ખેડૂતો રોટરી ટીલર, પલાઉ, કલ્ટી વેટર તથા રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે. આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે. ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે.

રોટાવેટર સહાય યોજનાનો હેતુ

ખેડૂતભાઈઓ ખેતી વિષયક સાધનો ખરીદી કરી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે. રોટાવેટર ખેતરની જમીનના માટીના મોટા ઢેભા ભાંગીને જમીનને સમતલ બનાવવા માટે ઘણું ઉપયોગી સાધન છે. ખેડૂત આ સાધન ખરીદી શકે તે માટે રોટાવેટર સહાય યોજના હેઠળ ₹ 50,400/- સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર સાધન સહાય મંજૂર કરાવીને અધિકૃત વિક્રેતાઓ પાસેથી સાધનો ખરીદી શકે છે. જેથી ખેતીની પ્રકિયા ઝડપી બને છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. રોટા વેટર સાધન વસાવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

લાભ લેવા માટેની પાત્રતા

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

યોજના હેઠળ મળવાપાત્ર વિવિધ સહાય

ગુજરાત રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ subsidy અગાઉથી નક્કી થયેલી છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

આવશ્યક દસ્તાવેજ

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.

ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

Rotavator Sahay Yojana Gujarat 2024/25 - ખેડૂતોને રોટાવેટર ખરીદવા માટે રૂ.50,400 સુધીની મળશે સબસિડી સહાય

ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.

જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.

જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.

જેમાં ક્રમ નંબર-22 પર “રોટાવેટર” માં પર ક્લિક કરવાની રહેશે.

Rotavator Sahay Yojana Gujarat 2024/25 - ખેડૂતોને રોટાવેટર ખરીદવા માટે રૂ.50,400 સુધીની મળશે સબસિડી સહાય

જેમાં રોટાવેટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.

હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.

અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.

જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.

ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.

Rotavator Sahay Yojana Gujarat 2024/25 - ખેડૂતોને રોટાવેટર ખરીદવા માટે રૂ.50,400 સુધીની મળશે સબસિડી સહાય

લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.

ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.

ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
અન્ય આવી કેટલીક માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment