WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tabela Loan Yojana 2025 – રૂ.4 લાખ સુધીની મળશે લોન સહાય

Tabela Loan Yojana 2025

Tabela Loan Yojana 2025: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા અનેક સ્વરોજગાર યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો હેતુ આદિજાતિ વર્ગના નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજનાઓમાં બ્યુટી પાર્લર લોન યોજના, પશુ આહાર વેચાણ દુકાન શરૂ કરવા માટેની લોન સ્કીમ, લેપટોપ ધિરાણ યોજના અને અન્ય ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે. આજના આ લેખમાં આપણે ખાસ કરીને “તબેલા લોન યોજના” અંગે વિગતવાર માહિતી મેળવીશું, જે ગુજરાતના અનુસૂચિત જન જાતિ વર્ગના નાગરિકોને લાભ આપવા માટે અમલમાં મુકવામાં આવી છે. આ યોજના “આદિજાતિ વિકાસ નિગમ, ગુજરાત” દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

Tabela Loan Yojana 2025 – વિગતવાર

યોજનાનું નામ તબેલા લોન યોજના
લાભાર્થીગુજરાતના આદિજાતિ વર્ગના લોકોને
મળવાપાત્ર લોનઆ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
વ્યાજ દર વાર્ષિક 4% તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે

Tabela Loan Yojana 2025 વિશે અન્ય માહિતી

મિત્રો, આ આર્ટિકલ દ્વારા આપણે “તબેલા લોન યોજના” કેવી રીતે મેળવવી તે અંગે જાણશું. આ સાથે જ આપણે તપાસશું કે આ લોન માટે કઈ પાત્રતાની જરૂર છે અને તમે આ માટે લાયક છો કે નહીં. ઉપરાંત, લોન માટે અરજી પ્રક્રિયામાં જે જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે, તેના વિશે પણ માહિતી મળશે. તેથી, આ તમામ માહિતી પૂરી રીતે સમજવા માટે આ લેખને અંત સુધી વાંચવું જરૂરી છે.

તબેલા લોન યોજનાનો હેતુ

ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા શરૂ કરવામાં આવેલી “તબેલા લોન યોજના” અનુસૂચિત જનજાતિ (એસટી) વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અનુસૂચિત જનજાતિના લોકો તેમજ અન્ય સંસ્થાઓ અથવા બેંકો પાસેથી લોન લેવાની જરૂરિયાતથી મુક્ત થાય અને તેમને જરૂરી સહાય મળી રહે. આ યોજનાની માધ્યમથી, ગુજરાતમાં રહેતા લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે, જેથી તેઓ પશુઓ માટે તબેલા બાંધવા જેવી જરૂરિયાતોને પૂરી કરી શકે.

આ યોજના અંતર્ગત, ખેડૂત અથવા પશુપાલક તેના પશુઓ માટે અનુકૂળ અને સ્થિર તબેલો બનાવી શકે છે, જેનાથી પશુઓનું આરોગ્ય તેમજ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. આથી, આ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને ગ્રામ્ય આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ યોજનાની સહાયથી લાભાર્થીઓ પોતાના જીવનમાનમાં સુધારો કરી શકે છે અને શ્રેષ્ઠ ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ કરી શકે છે.

વ્યાજ દર અને ફાળો

તબેલો લોન યોજના હેઠળ, લાભાર્થીઓને આર્થિક સહાય મેળવવા માટે નક્કી કરેલા નિયમો અને શરતોના આધારે લોન મળવાની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાના કેટલાક મુખ્ય પાસાં નીચે આપેલા છે:

  • લોન રકમ: સરકારી સહાય હેઠળ લાભાર્થીને રૂ. 4 લાખની લોન આપવામાં આવશે.
  • ફાળો: લોન મેળવનાર લાભાર્થીએ કુલ લોન રકમના 10 ટકા ફાળો આપવો પડશે.
  • વાર્ષિક વ્યાજ દર: લોન માટે લાભાર્થીને 4 ટકા દરે વાર્ષિક વ્યાજ ચુકવવું પડશે.
  • પેનલ્ટી વ્યાજ: જો લોનના હપ્તા સમયસર પરત ન કરવામાં આવે અથવા ચુકવવામાં વિલંબ થાય, તો પેન્લ્ટી તરીકે વધુ 2 ટકા વ્યાજની ચુકવણી કરવી પડશે.
  • ચુકવણી વિધિ: લોનના હપ્તાની ચુકવણી 3 માસિક હપ્તામાં કરવાનો નિયમ છે, જેથી સમયસર હપ્તા ચૂકવીને લાભાર્થી લોન પૂરી કરી શકે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • જેમની વાર્ષિક આવક રૂ. 1,20,000/- (ગ્રામીણ વિસ્તાર માટે) અને રૂ. 1,50,000/- (શહેરી વિસ્તાર માટે) છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • લાભાર્થી ઇસમ ગુજરાતના આદિજાતિના હોવા જરૂરી છે.
  • મામલતદારશ્રી, સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો જરૂરી છે.
  • ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી અથવા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • આ માટે આધારકાર્ડની નકલ ફરજિયાત છે.
  • અરજદારે ધંધો અથવા રોજગાર માટે જરૂરી તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
  • લોનનો ઉપયોગ તે હેતુ માટે જ કરવો પડશે, જે હેતુ માટે અરજી કરવામાં આવી છે.
  • NSTFDC યોજના હેઠળ 5% અથવા સ્વરોજગારી યોજના હેઠળ 10% ફાળો ચૂકવવો રહેશે.
  • વાહન માટેની લોનમાં, કૉર્પોરેશન દ્વારા એજન્સી દ્વારા વાહન પૂરું પાડવામાં આવશે.
  • જો અરજદાર પોતાની પસંદગીનું વાહન ખરીદવા ઇચ્છે છે, તો લોનની રકમ ઉપરાંતની રકમ ભરવી પડશે.
  • વાહન માટે પાકું લાયસન્સ ફરજિયાત છે.
  • કાચું લાયસન્સ મંજૂર નહીં થાય.
  • બેંક કે અન્ય નાણાકીય સંસ્થાથી તે જ હેતુ માટે લોન મેળવી શકાશે નહીં.
  • બેંકનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ જરૂરી છે.
  • જો પરિવારના સભ્યોએ અગાઉ આ યોજના હેઠળ લોન લીધી હોય અને રકમ બાકી હોય, તો તેવા અરજદારો પાત્ર ગણાશે નહીં.
  • લોન માટેનું ફોર્મ કૉર્પોરેશનની વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવું પડશે.
  • અરજી મંજુર થયા બાદ જરૂરી દસ્તાવેજો પ્રાયોજક કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • અરજીની ચકાસણી પછી, પ્રાયોજક વહીવટદારશ્રી અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે વિગતો મોકલવામાં આવશે.
  • જો જરૂરી હોય, તો ધંધાના સ્થળનો પુરાવો, યોજનાની વિગત, વીજળી જોડાણનો પુરાવો વગેરે સામેલ કરવું જરૂરી છે.
  • રીક્ષા, ટ્રેક્ટર, ઇકો ગાડી, વાન જેવી વાહન માટે પાકું લાયસન્સ હોવું આવશ્યક છે.
  • કાચું લાયસન્સ સ્વીકારવામાં નહીં આવે.
  • અધૂરી વિગતોવાળી દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવે.
  • અરજદારે એક જ હેતુ માટે લોન અરજી કરવી.
  • લોન ફોર્મમાં દર્શાવેલા ક્રમ 1 થી 8 અને ક્રમ 10ની વિગતો પૂર્ણ કરવી જરૂરી છે.
  • તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે.
  • રજૂ કરેલા જામીન બદલવા દેવામાં આવશે નહીં.

આવશ્યક દસ્તાવેજ

  • આધાર કાર્ડની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • અનુસૂચિતજનજાતિ પ્રમાણપત્ર
  • લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકતના પુરાવો મકાનના દસ્તાવેજ
  • જો અરજી કરનાર વ્યક્તિએ જામીનદાર એકનો રજૂ કરેલા મિલકત અંગે નો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • જો અરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • જમીનદારો એ રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામું રજૂ કરવું જરૂરિયાત છે
  • પાસબુકની નકલ

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. S.T. જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Adijati Nigam Gujarat નામની વેસાઇટમા જાઓ
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Sing Up કર્યા પછીની Process

  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ અહી ક્લિક કરો
અરજી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment