WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tractor Subsidy Sahay Yojana 2024

Tractor Subsidy Sahay Yojana 2024: ગુજરાત માં ઘણા ખેડૂતો એવા હોય છે જેને ખેતી કરવા માટે પોતાનું ટ્રેક્ટર હોતું નથી અને તે પોતાની રીતે કામ કરે છે પરંતુ હવે સરકારે તેની સમસ્યા ને ધ્યાન માં લઈ ને ટ્રેક્ટર સહાય યોજના બહાર પડી છે. જેથી તે લોકો પણ ટ્રેક્ટર લઈ શકે. ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનમાં સમૃદ્ધિ લાવવા માટે સરકાર દ્વારા સબસીડી થકી ટ્રેકટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના: જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ, ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.

Tractor Subsidy Sahay Yojana 2024

યોજના નું નામ ટ્રેક્ટર સબસીડી સહાય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગ ખેતી નિયામક કચેરી
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
મળવાપાત્ર સહાય ટ્રેક્ટર ખરીદી પર રૂ. 60,000 સુધી ની સબસિડી સહાય
સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 9978444790

 

મળવાપાત્ર લાભ

  • ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:
  • અનુસૂચિત જાતી અને જનજાતિ ના ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા 60,000 બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
  • જનરલ અને સામાન્ય કેટેગરીના ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર કુલ ખર્ચના 40 ટકા અથવા 45,000 હજાર બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
  • એટલે આ સહાય લેવા માટે ખેડૂતને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • Tractor Sahay Yojana માં અરજી કરવા માટે ખેડૂત ગ્રામ પંચાયતના VCE પાસે જઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા પોતાની જાતે પણ અરજી કરી શકે છે. અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો-
  • સૌપ્રથમ ગૂગલ માં જઈને I- Khedut તેવું લખવાનું છે. આ વેબસાઈટ ખોલ્યા પછી નીચે મુજબ પેજ ખુલશે
  • ઉપરોક્ત ફોટો માં વિવિધ યોજનામાં અરજી કરો તેવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપરોક્ત પેજ ખુલશે અને જિલ્લો પસંદ કરીને સબમિટ કરવાનું રહેશે
  • ઉપર મુજબ બધી યોજનાઓ જોવા મળશે અને તેમાંથી ટ્રેકટર યોજન પસંદ કરવાની રહેશે.
  • આ મુજબ અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે બધું અરજી ફોર્મ ખુલી જશે અને તમારે અરજી કરવાની રહશે.
  • ત્યાર પછી તમને પૂછવામાં આવશે કે,તમે રજીસ્ટર્ડ ઉમેદવાર છો? જો તમે નોંધણી કરી હશે તો હા અથવા ના કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવી અરજી કરવા પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં અરજી ફોર્મ ખુલી જશે.
  • ત્યાર પછી ખેડૂતે સંપૂર્ણ માહિતી દાખલ કરીને અરજી સબમિટ સબમિટ કરવાની રહશે.
  • ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે અરજી સબમિટ કર્યા પછી એક અરજી નંબર જનરેટ થશે અને એ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહશે.
  • ત્યાર પછી તે અરજી નંબર થી અરજી સબમિટ કરવાની રહેશે.
  • અરજી સબમિટ કરીને ઓનલાઈન ફોર્મ ભરેલ પ્રિન્ટ કરવાની રહેશે.
  • ઉપરોક્ત સ્ટેપ થી તમે જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો

યોજના નો હેતુ

આ યોજના થકી ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેતી માટે સહાયરૂપ સાધન બને તે માટે ટ્રેકટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેમજ નાના અને સીમાંત ખેડૂતોનો પણ આર્થિક વિકાસ થાય અને તેઓ પણ મોટા ખેડૂતોની માફક સધ્ધર થઈ તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

કોણ લાભ લઈ શકે

  • ગુજરાત ના ખેડૂતો ને સરકાર દ્વારા ટ્રેકટર ખરીદવા માટે સબસીડી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે નીચે મુજબ છે:
  • ટ્રેક્ટર સહાય યોજના નો લાભ લેવા માટે ખેડૂતે પહેલા ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત પાસે જમીન નો રેકોર્ડ હોવો જરૂરી છે.
  • જો ખેડૂત જંગલ વિસ્તારમાં રહેતો હોય તો તેના પાસે માન્ય ટ્રાયબલ જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • ખેડૂતે ટ્રેકટર ખરીદવાના હેતુથી જ સબસીડી મેળવવાની રહેશે.

જરૂરી ડોક્યુમેંટ

Tractor subsidy in Gujarat યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનો દાખલો
  • જાતીનો દાખલો
  • પાસપોર્ટ ફોટો
  • જમીનના 7A અને 8A ના પુરાવા(જમીનનો રેકોર્ડ ધરાવતું પ્રમાણપત્ર)
  • જો જંગલ વિસ્તારમાં ખેડૂત રહેતો હોય તો તેનું પ્રમાણપત્ર
  • ટ્રેકટરની ખરીદી કરેલું બિલ
  • જો સંયુક્ત ખાતેદાર હોય તો તે ખેડૂતનું સંમતિ પત્રક
  • જો ખેડૂત દૂધ મંડળીનો સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર
  • ખેડૂતના બેન્ક પાસબુકની નકલ

મહત્વપૂર્ણ લિંક્સ

ટ્રેક્ટર સહાય યોજના સતાવર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
Tractor Subsidy Sahay Yojana Helpline number 9978444790

 

Leave a comment