Videsh Abhyas loan Yojana 2024/2025 : ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ(GUEEDC) બિનઅનામત વર્ગોની પીડાઓને સમજવાનું કામ કરે છે. બિન અનામત વર્ગની સમસ્યાઓને સમજીને ઉકેલ માટે સરકારશ્રીને ભલામણ કરે છે. સમાજ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો અભ્યાસ કર્યા બાદ, બિન અનામત વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની ભલામણ તૈયાર કરે છે.
ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ સારી નથી હોતી. જેને ધ્યાનમાં વિવિધ નિગમો પોતાના જાતિના લોકો માટે યોજનાઓ બહાર પાડે છે. બિન અનામત આયોગ દ્વારા પણ વિદેશ અભ્યાસ લોન નામની યોજના બહાર પાડેલ છે. Videsh Abhyas Loan Gujarat 2024/2025 માં કેટલો લાભ મળે?, કેવી રીતે અરજી કરવાની? અને ક્યાં અરજી કરવાની વગેરે તમામ માહિતી આજે આપણે આ આર્ટિક્લ દ્વારા મેળવીશું.
Videsh Abhyas loan Yojana 2024/2025 – વિગતવાર
સંબંધિત વિભાગ | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
યોજનાનું નામ | વિદેશ અભ્યાસ લોન સહાય યોજના |
ઉદ્દેશ્ય | બિન અનામત તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય |
મળવાપાત્ર રકમ | મહત્તમ રૂ.15 લાખ સુધીની લોન |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | SJED |
વિદેશ અભ્યાસ લોન સહાય યોજના વિશે અન્ય માહિતી
સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સંબંધિત સમાજના વિવિધ વિભાગો, નિગમો દ્વારા આર્થિક સહાય આપવા માટે લોન સહાય યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), P.H.D સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમોના ખર્ચને પહોંચી વળવા માટે લોન રૂપે સહાય કરવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલમાં બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવતી Videsh Abhyas Loan Sahay Yojana વિશે માહિતી મેળવીશું. જેમાં ઓનલાઈન અરજી કરવાની રીત, જરૂરી દસ્તાવેજો અને યોજનાના ધારા ધોરણો વિશે સંપુર્ણ માહિતી મેળવીશું. તો ચાલો કંઈક નવું જાણીએ અને અમારા આ લેખ ને છેલ્લા સુધી વાંચવા વિનંતી.
વિદેશ અભ્યાસ લોન સહાય યોજનાનો ઉદ્દેશ્ય
- તેજસ્વી વિદ્યાર્થીઓ IIM,CEPT,JEE અને NLU જેવી પરિક્ષા પાસ કરીને વિદેશમાં જઈને વધુ આગળ ભરણા માટેની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન સહાય આપવામાં આવે છે.
- ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આવા ધોરણ-12માં 60% કે તેથી વધુ માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટેની તક આપે છે.
- આવા વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ₹.15.00 લાખ સુધીની લોન ફક્ત 4% ના સાદા વ્યાજે આપવામાં આવે છે.
- લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી 12 માસ પછીથી શરૂ કરવામાં માટેની સુવિધા આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
- ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ હોવા જોઇએ.
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં 15 વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના તેજસ્વી વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને જ મળવાપાત્ર થશે.
- ધોરણ 12માં 60% એટલે ધોરણ 12ના તમામ વિષયના કુલ ગુણમાંથી મેળવેલ ગુણના 60% (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) મેળવેલ હોવા જોઇશે.
- લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢ ગણી જેટલી રકમની મિલકત સરકાર પક્ષે ગીરો કરવાની રહેશે.
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹6.00 લાખ કરતાં ઓછી હોવી જોઇશે.
લોનની પરત ચુકવણી કેવી રીતે કરવી
- ₹5.00 લાખ સુધીની કુલ લોન લીધેલ હોય તો અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોન ચુકવવાની રહેશે.
- ચુકવણી થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ બાબતે જમા લેવાનાં રેહેશે.
- ₹5.00 લાખ લાખથી વધુની લોન લીધેલ હોય તો અભ્યાસ પુરો કર્યાના 1 વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
- લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની ચુકવણી કરી શકે તેવી જોગવાઈ કરેલ છે.
કેટલીક જરૂરી બાબતો
- વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ વર્ષ દરમ્યાન સતત રીતે ચાલુ રહેશે.
- ઓનલાઈન અરજી કરતા સમયે અરજદારશ્રી દ્વારા રજુ કરેલ મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ આઈ.ડી. અરજદારશ્રી/વાલીનું પોતાનું જ આપવાનું રહેશે તેમજ લોન મુદત પૂર્ણ ન થાય ત્યા સુધી સક્રીય રાખવાનું ફરજીયાત રહેશે.
- વર્ષ 2023-24 માટે વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ૨૦૦૦ લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
- વિદેશ અભ્યાસ લોન માટે લાભાર્થીએ વિદેશ ગમન કર્યાના ૬ માસ સુધીમાં અરજી કરી શકાશે.
- તા.09/06/2022ના રોજ થયેલ સુધારા ઠરાવ મુજબ એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે.
- વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ ૫છી સ્નાતક તથા સ્નાતક ૫છી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કે અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ અને પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે લોન મેળવવા અરજી કરી શકશે.
- જે કક્ષાનો અભ્યાસ અત્રે (ભારત દેશમાં) પૂર્ણ કરેલ હોય તેવા સમાન પ્રકારના વિદેશ અભ્યાસ માટે આ યોજનાનો લાભ મળી શકશે નહિ.
- લોન યોજના માટે બજેટની ઉપલબ્ધતા ધ્યાને લઈ એક જ પરીવારના બીજા સભ્યને આ યોજનાનો લાભ મળી શકશે.
- પરણિત મહિલા લાભાર્થીઓના કિસ્સામાં આધાર કાર્ડ/વિઝા/ પાસપોર્ટ/બૅન્ક પાસબુક જેવા પુરાવા એકસરખા નામ મુજબના હોવા જોઈશે તથા તે મુજબના નામથી અરજી તેમજ આનુષાંગિક પુરાવા રજુ કરવાના રહેશે.
- સ્નાતક થયા પછીના ત્રણ વર્ષ સુધીમાં અરજી કરેલ હોય તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.વધુમાં,લક્ષ્યાંકમાં બચત રહેથી પાંચ વર્ષ સુધી સ્નાતક થયેલા અરજદારોને યોજનાનો લાભ મળી શકશે તેથી વધારે સમયગાળા વાળી અરજી સ્વીકારવામાં આવશે નહી
- લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
- અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા લોગીન મારફતે નિગમને ૫રત મળશે.
- નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
- સૈધ્ધાંતિક મંજુર થયેલ અરજીઓના તમામ દસ્તાવેજી પુરાવા નિગમને મળ્યા ૫છી નિગમ દ્ધારા લોનની રકમ મંજુર કરી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.
- લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- હવે ૫છી થી અરજીની વિગતોની જાણ SMS/E-Mail થી કરવાની હોય આ૫નો મોબાઇલ નંબર અને E-mail બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
- અરજદારે અરજી મંજુર થયેથી મોરગેજ (ગીરોખત) દસ્તાવેજો રજુ કરવાના રહેશે. તથા તે અંગેની બોજાનોંધ/ગીરોનોંધ રજુ કરવાની રહેશે.
- રજુ કરેલ મકાન કે ખુલ્લો પ્લોટ સિટી સર્વેના રેકર્ડ પર નોંધાયેલ ન હોય તેવા કિસ્સામાં સોસાયટીના લેટરહેડ પર પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો સહી/સિક્કા સાથેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. તેમજ તેમના આધાર કાર્ડની નકલ તેમજ પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો મોબાઈલ નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
- નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) સહી કરેલા ચેક રજુ કરવાના રહેશે.
આવશ્યક દસ્તાવેજ
- શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
- રહેઠાણનો પુરાવો
- કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
- ધોરણ-10 અને ધોરણ-12 ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
- બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- ધોરણ-12 /સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
- વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર રજુ કરવાનો રહેશે.
- સ્નાતક કક્ષાના તેમજ ત્યાર બાદના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટની નકલ.
- વિદ્યાર્થીના પિતાનું I.T. રીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
- પ્રતિ વર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું રજુ કરવાનું રહેશે.
- પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત) અને મિલકતના આધારો સહિત અરજી કરવાની રહે.
- મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી જોડવાનું રહેશે
- વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે) એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોવો જોઈએ, પ્રવેશપત્ર અંગ્રેજી ભાષામાં હોય તો લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
- વાલી/પિતાની મિલકત ગીરો કરવાનું સંમતિ પત્ર (પરિશિષ્ટ-1 મુજબ)
- લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક (પરિશિષ્ટ-2 મુજબ) આપવાનું
અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેક. - પાસપોર્ટ
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગતાનું મેડિકલ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- એર ટિકિટ
- અભ્યાસ માટે મળેલ વિઝા
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
બિન અનામત લોન તરીકે ચાલતી વિદેશ અભ્યાસ લોન લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા https://gueedc.gujarat.gov.in/foreign-education-scheme.html નામની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરવાની કાર્યવાહી થતી હતી. જેમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઈન અરજી e-Samaj Kalyan Portal પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.
જેમાં “નિગમ/Corporation” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં Gujarat Unreserved Education and Economical Development Corporation અથવા ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પર ક્લિક કરવાનું રહેશે.
હવે નંબર-5 પર “વિદેશ અભ્યાસ લોન યોજના” પર ક્લિક કરો.
જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
Citizen Login માં વિદેશ અભ્યાસ લોન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
જ્યાં તમારે પોતાના વિદેશ અભ્યાસને લગતી તમામ માહિતી ભરવાની રહેશે.
ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
કેટલીક આવી અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.