Gandhinagar Municipal Corporation Recruitment: અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Gandhinagar Municipal Corporation Recruitment
સંસ્થાનું નામ | ગાંધીનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 19 ઓક્ટોબર 2023 |
શરુવાતની તારીખ | 21 ઓક્ટોબર 2023 |
છેલ્લી તારીખ | 05 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઈટ | gandhinagarmunicipal.com |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ઓફિસર, FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર, MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ તથા લેબ ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગારધોરણ
GMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ રૂપિયા 19,950 ચુકવવામાં આવશે.
કુલ ખાલી જગ્યા
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GMCની આ ભરતીમાં હેલ્થ ઓફિસરની 04, FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની 27, MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 30, ફાર્માસીસ્ટની 06 તથા લેબ ટેક્નિશિયનની 06 જગ્યા આમ કુલ 73 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
ભરતી માટે પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓક્ટોબર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 નવેમ્બર 2023
વયમર્યાદા
GMC ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમ મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
જરૂરી દસ્તાવેજો
ગાંધીનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ડિગ્રી
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટેની વેબસાઈટ ojas.gujarat.gov.in વિઝીટ કરો.
- અહીં તમને “Current Notification” માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત જોવા મળશે.
- હવે તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો એની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |