WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

Benefits of Turmeric Milk: હળદરવાળું દૂધ પીવાના ફાયદા

Benefits of Turmeric Milk: હળદરવાળું દૂધ પીવાના ફાયદા

Benefits of Turmeric Milk: આપણે નાના હતા ત્યારથી જ આપણે હળદર ના ગુણ વિશે સાંભળતા આવ્યા છીએ. નાના હતા ત્યારે અવાર નવાર પાડવા આખડવાથી ઇજા થતી ત્યારે આપના દાદા દાદી કહેતા કે હળદર વાળું દૂધ પી લે તો સારું થઈ જશે. અને જો લોહી નિકળે તો પણ ત્યાં ઇજા થયેલા ભાગ પર હળદર લગાવી લેતા અને લોહી બંદ થઈ જતું હતું.

Benefits of Turmeric Milk | હળદરવાળું દૂધ પીવાના ફાયદા

ઘણી વખત મોંઘી દાટ દવાઓ જે કામ નથી કરી શકતી તે કામ હળદર વાળું દૂધ કરી દે છે. પરંતુ દરેક વસ્તુ ના બે પાસા હોય છે જે ધ્યાને રાખવું જોઈએ. હળદરવાળું દૂધ પીવાના ફાયદા ઘણી વખત ઘણા રોગો માં હળદર અને દૂધ સાથે પીવાથી તેની વિપરીત અસરો પણ વર્તાઇ શકે છે. આજે આપણે બંને બાબતો જોઈએ.

હળદરવાળું દૂધ પીવાના ફાયદા આજે આપણે આ આર્ટીકલ માં હળદર વાળું દૂધ પીવાના ફાયદા અને હળદર વાળું દૂધ પીવાના નુકશાન વિશે પૂરી જાણકારી મેડવીશું. હળદર સ્વાદે તૂરી હોવાથી લોકોને તેનો સ્વાદ અપ્રિય છે પરંતુ તેના ફાયદા અદ્ભુત છે. હળદરના ગુણ આજે પણ ઘરે ઘરે પ્રચલિત છે. એમાં પણ હળદર અને દૂધ સાથે પીવાના તો ઘણા ફાયદા છે.

ફાયદા

હાડકાં મજબૂત થાય છે.

આપણે રોજ હળદર વાળું દૂધ પીવાથી આપના શરીરને જરૂરી પ્રમાણમા કેલ્શિયમ મળી રહે છે. તેની મદદથી હાડકાં તંદુરસ્ત અને મજબૂત બને છે. હળદરવાળું દૂધ પીવાના ફાયદા હળદર વાળું દૂધ ઓસ્ટિયોપોરેસિસના દર્દીઓને રાહત આપે છે.

શરીર માંથી ઝેરી તત્વોને દૂર કરે.

હળદરવાળું દૂધ પીવાના ફાયદા હળદરના ઉપયોગ શરીરમાંથી શેરી દ્રવ્યનો નાશ કરવા માટે થાય છે હળદર ની મદદથી પેટ સાથે જોડાયેલી તકલીફો માં રાહત મળે છે અને હળદર રક્તમાં રહેલા ઝેરી તત્વને દૂર કરે છે

સંધિવાને માટે ફાયદાકારક.

જે લોકો ને સંધિવાની તકલીફ રહેતી હોય તેને આ દૂધ પીવું જોઈએ. રિયૂમેટોઈડ સંધિવાના કારણે શરીરમાં સોજા આવે છે, આ રોગ માટે હળદરવાળું દૂધ પી શકાય. હળદરવાળું દૂધ પીવાના ફાયદા આ દૂધ સાંધાઓ અને માંશપેસિઓને સ્વસ્થ બનાવી અને દુઃખાવો દૂર કરે છે.

કિમોથેરાપીની ખરાબ અસર દૂર થાય

એક સંશોધન થયા મુજબ હળદરમાં રહેલા તત્વો કેન્સરની કોશિકાઓથી DNA ને થનાર નુકસાન અટકાવી શકે છે અને કિમોથેરાપીથી થતા ખરાબ પ્રભાવથી બચાવી શકે છે.

સ્કીન ચમકાવવામાં મદદ કરે

દરરોજ હળદર વાળું દૂધ પીવાથી સ્કીન ચમકવા લાગશે. તે ઉપરાંત હળદર વાળું દૂધ લઈ તેમા રું પલાળી અને ચહેરા પર લગાવો. આવુ કરવાથી ત્વચા ચમકીલી બનશે અને ચહેરા પર સુંદરતા આવશે.

કાનના દુખાવા માટે ફાયદા કારક

હળદરવાળું દૂધ પીવાના ફાયદા હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં રક્ત સંચાર વધી જાય છે. જેથી દર્દમાં ઝડપથી આરામ મળે છે. અને કાનના દુઃખાવાની તકલીફમાં પણ આરામ મળે છે.

બ્લડ સરક્યુલેશન સારું રહે છે

હળદરવાળું દૂધ પીવાના ફાયદા આયુર્વેદ અનુસાર હળદર ને લોહી શુદ્ધ કરનાર માનવામાં આવે છે હળદર શરીરને બ્લડ સર્ક્યુલેશન ને મજબૂત બનાવે છે તે લોહીને પાતળું કરે છે અને લસિકાતંત્ર અને રક્તવાહિનીઓની ગંદકીને સાફ કરવામાં ખૂબ ઉપયોગી છે.

શરીરનો આકાર સુડોળ બનાવે

દરરોજ એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મોક્ષ કરી પીવાથી શરીરનો આકાર સુડોળ બને છે. અને હુંફાળા દૂધ સાથે હળદરનું લેવાથી શરીરમાં જમા થયેલ ચરબી ઓછી થાય છે. જેથી કેલ્શિયમ અને અન્ય તત્વના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા અને વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે.

ત્વચા સંબંધિત તકલીફોમાં રામબાણ

હળદરવાળું દૂધ પીવાના ફાયદા દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ત્વચા સંબંધીત ઘણી તકલીફો દૂર થઈ જાય છે.

લીવરને મજબૂત બને

દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી લીવર સ્ટ્રોંગ બને છે. હળદર વાળું દૂધ લીવરને લગતી બીમારીઓથી શરીરને રક્ષણ આપે છે, અને લસિકા તંત્રને પણ સાફ કરે છે.

અલ્સરને ની બીમારી માં રાહત

હળદર વાળું દૂધ એ એક શક્તિશાળી એન્ટિસેપ્ટિક છે તેના દ્વારા આંતરડા સ્વસ્થ બને છે. અને તેની સાથે સાથે અલ્સર અને ક્વોલિટીશ નો પણ ઉપચાર થાય છે. જેની મદદથી પાચન ક્રિયા સ્વસ્થ બને છે, અને અલ્સર, અપચો અને ડાયરિયા જેવી બીમારીઓ દૂર રહે છે.

માસિકસ્ત્રાવ વખતેના દુખાવામાં રાહત

મહિલાઓને માસિક સ્ત્રાવ વખતે ખૂબ જ પીડા થાય છે હળદર વાળું દૂધ પીવાથી માસિક સ્ત્રાવના સમયે થતા દર્દમાંથી રાહત મળે છે. પ્રેગનેન્ટ મહિલાઓને પણ સરળ પ્રસવ અને પ્રસવ બાદ સ્વસ્થતા તથા પ્રસવની પરિસ્થિતિને સામાન્ય સ્થિતિમાં ઝડપથી લાવવા માટે હળદરવાળુ દૂધ પીવું જોઈએ.

શરદી-ઉધરસ માટે અકસીર

હળદર વાળું દૂધ શરદી ઉધરસ માટે અકસીર માનવામાં આવે છે. આ દૂધ એન્ટિબાયોટિક ગુણ ધરાવે છે, તેથી શરદી-ઉધરસમાં તે અકસીર ગણાય છે અને દવા તરીકે પણ કામ કરે છે. હળદર વાળું દૂધ મુક્ત રેડિકલ્સ સામે લડત આપતા એન્ટિઓક્સિડેન્ટ નો ખૂબ સારો ભંડાર છે. આનાથી ઘણી બિમારીઓ ઠીક થઈ શકે છે.

  • હળદર વાળું દૂધ પીવાથી જાડાપણુ દૂર થાય છે અને વજન ઓછું થાય છે.
  • દૂધ ગરમ કરી તેમાં થોડી હળદર નાખી અને પીવાથી ઊંઘ સારી આવે છે.
  • હળદર વાળું દૂધ પીવાથી ચયાપચયની ક્રિયા સારી રહે છે. અને પેટના રોગોથી છુટકારો મળે છે. અલ્સર, ડાયરિયાથી જેવી બીમારીથી પણ રાહત મળે છે.
  • શરીરમાં થતી કળતર અને શરીરમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે હળદર વાળું દૂધ પીવું જોઈએ
  • શરદી કફ અને ઉધરસમાં હળદર વાળું ગરમ દૂધ અકસીર છે.
  • હળદર વાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે.

શરીરના રોગોથી છુટકારો મેળવવા માટે હળદર વાળું દૂધ પીવું જોઈએ

દૂધ અને હળદર સાથે પીવાના ગુણ

આજે આપણે હળદર અને દૂધ ના ગુણધર્મ વિષે જાણીએ.

  • દૂધનો ગુણધર્મ કફકારક છે. એટ્લે કે દૂધ પીવાથી કફ થઈ શકે છે. જ્યારે હળદર કફનાશક છે. એટ્લે કે હળદરનું કામ કફ નો નાશ કરવો અને કફ થતો હોય તો એને સુકવવો છે.
  • હળદર એંટીબાયોટિક, એંટીમાઈક્રોબાયલ અને એંટીવાઇરલ છે. એટ્લે કે હળદર ઇન્ફેકશન વાળા ઘણા બધા રોગ માટે મદદરૂપ છે.
  • હળદર આપણને હાનિકારક સૂક્ષ્મ જીવો, જેરી પર્યાવરણીય તત્વો થી આપણને બચાવે છે.
  • દૂધ પચનમાં ભારે છે અને જે લોકો માંસાહાર નથી કરતાં તેના માટે કેલ્સિયમ અને પ્રોટીન નો ભંડાર છે.

ક્યાં ક્યાં રોગોમાં હળદર વાળું દૂધ પી શકાય છે?

શ્વસનતંત્રની તકલીફોમાં

હળદર કફનો નાશ કરતા ગુણધર્મ ધરાવે છે જો શરીરમાં કફ હોય તો તેને દૂર કરે છે જો ગળામાં કફ ભરાઈ ગયો હોય અથવા સૂકી ખાંસી થઈ હોય તો હળદર અને દૂધ ગરમ કરીને પીવું એ એક બેસ્ટ ઉપાય છે જો શરીરમાં કફ ઉત્પન્ન થયા જ કરતો હોય તો ગરમ પાણીમાં એક ચમચી હળદર અને ચપટી એક મીઠું નાખી અને લેવાથી તરત જ રાહત મળે છે અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાઇનસ અને ફેફસાંમાં કફ ભરાવાની તકલીફોમાં હળદરવાળું દૂધ પી શકાય.

સોજો અને દુઃખાવો

શરીરમાં અંદર કે બહાર સોજો થયો હોય ત્યારે હળદર વાળું દૂધ બેસ્ટ છે. રૂમેટોઇડ આર્થ્રાઇટિસમાં સાંધામાં સોજો અને દુખાવો જોવા મળે છે. પેટમાં અલ્સર્સ થયાં હોય તો પણ તેની હીલિંગ પ્રોસેસ પણ ઝડપી બનાવે છે. માથું ખુશ શરીરમાં કડતર થવી તેમાં પણ હળદર વાળું દૂધ લેવાથી રાહત મળે છે.

લોહીનું શુદ્ધિકરણ

હળદર શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારી અને બ્લડને ફિલ્ટર કરે છે. એ લિમ્ફગ્રંથિઓમાં વહેતા ફ્લુઇડ તેમજ રક્તવાહિનીઓની અંદરની અશુદ્ધતાઓને દૂર કરીને લોહી તેમજ લિમ્ફ-સિસ્ટમને સુધારવામાં ફાયદાકારક છે. હળદરવાળું દૂધ નિયમિત પીવાથી ત્વચાનો વર્ણ સુધરે છે.

બોન ડેન્સિટી

હળદરવાળું દૂધ પીવાના ફાયદા જો શરીરના હાડકા પોલા પડી ગયા હોય તો ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ થાય ત્યારે દૂધ અને હળદર ઉત્તમ ગણવામાં આવે છે. જોકે તેમાં હળદર કરતાં દૂધ વધુ ગુણકારી હોય છે.

લિવર ડીટોક્સિફાયર

આપણા શરીરમાં જે કોઈ કેમિકલ દાખલ થઈ છે તેને બ્રેક ડાઉન નું કામ લીવર કરે છે પછી લીવરમાં નકામ અને હાનિકારક દ્રવ્યો જમા થાય છે હળદરથી લિમ્ફ-સિસ્ટમ સુધરવાની સાથે લિવરનું ક્લેન્ઝિંગ પણ થાય છે.

માસિકના ક્રેમ્પ્સ

ઘણી મહિલાઓને માસિક સમય દરમિયાન પેઢુમાં ખૂબ જ ક્રેમ્પ્સ આવે છે અને તેથી પેટમાં ગરબડ થઈ હોય એવું પણ લાગે છે. હળદર વાળું દૂધ એન્ટિ-સ્પાઝમોડિક કામ કરે છે. જેનાથી ક્રેમ્પ્સ ઘટે છે. ગર્ભવતી મહિલાઓએ ડિલિવરી પહેલાંના ગાળામાં સરળતાથી ડિલિવરી થાય એ માટે તેમજ ડિલિવરી પછી ઝડપથી રિકવરી થાય એમાં પણ એ મદદરૂપ છે.

શા માં ઉપયોગી ન થાય?

એક માન્યતા એવી છે કે વજન ઘટાડવામાં મદદરૂપ થશે જે સાચું નથી. હળદર વાળું દૂધ પી અને ડાયટિંગમાં ધ્યાન ન રાખીએ તો એ શક્ય નથી તેથી સાથે સાથે ડાયટિંગનું પણ એટલું જ મહત્વ છે.

ઘણા લોકો ચામડીને લગતા રોગોમાં પણ તેનો ઉપયોગ કરે છે જે ઠીક નથ. ખરજવું તથા ચામડીના અન્ય કોઈપણ રોગમાં દૂધ વર્જ્ય ગણાય છે હળદર થી ફાયદો થાય છે ચોક્કસ પરંતુ તે દૂધ સાથે નહીં પણ પાણી સાથે લેવું જોઈએ.

કેન્સર રોગમાં પણ હળદરથી ફાયદો થાય છે, પરંતુ એમાંય દૂધ લેવુ ઠીક નથી. હળદરની એન્ટિ-ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝનો ફાયદો કેન્સરમાં લેવો હોય તો લીલી-કાચી હળદર જ લેવી જોઈએ.

હળદર વાળું દૂધ પીવાના નુકસાન | Harms of drinking turmeric milk

વધુ પ્રમાણમાં હળદર વાળા દૂધનું સેવન કરવાથી પુરુષો માં ઈન્ફર્ટિલિટીની સમસ્યા આવી શકે છે. તેનાથી સ્પર્મ નું ઉત્પાદન ઘટી જાય છે. વધુ પડતી હળદર ખાવાથી ગેસની સમસ્યા પણ થાય છે. તેનાથી ડાયરિયા કે કબજિયાત ની તકલીફ થઈ શકે છે. હળદર આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પ્રભાવિત કરે છે. જો રોજિંદા ભોજનમાં હળદરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઉબકાની સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીસના પેશન્ટ માટે હળદર ખૂબ સારી માનવામાં આવે છે. પણ વધારે પડતુ હળદરનું સેવન કરવાથી બ્લડ શૂગર ઘટી જાય છે. અને જો પહેલાંથી જ એનિમિયાની તકલીફ હોય તો હળદર વાળા દૂધ નું સેવન ઓછું કરવું. હળદર માં એક રાસાયણિક તત્વ જોવા મળે છે. જે બ્લડ શુગર લેવલ ને વધારે છે. આવામાં શુગરના દર્દી ને હળદર વાળા દૂધથી દૂર રહેવું જોઈએ.

પ્રેગનેન્ટ સ્ત્રીઓ દૂધમાં હળદર નાખીને પીવે છે. જેની મદદથી તેમનું બાળક રૂપાળું આવે. પરંતુ એ વાતની ખબર હોવી જોઈએ કે હળદર ગર્ભાશયનું સંકોચન, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ કે ગર્ભાશયમાં દુખાવો જેવી સમસ્યા પેદા કરી શકે છે. આમ તો કેટલાક કેસ માં કેન્સર સામે લડવામાં હળદર મદદ કરે છે પરંતુ બીજા કેસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તે બ્રેસ્ટ કેન્સરને વધારી શકે છે. તેથી ગર્ભવતી સ્ત્રીઓએ હળદર વાળા દૂધનું સેવન ટાળવું જોઈએ.

જે લોકોને લીવરની કોઈ પણ તકલીફ હોય તો તેવા લોકોએ હળદર વાળું દૂધ ન લેવું જોઈએ. કારણ કે, આપણા શરીરમાં લીવર ખૂબ જ મહત્વનો ભાગ અજવે છે. જો તમને લીવરની તકલીફ હોય અને તમે હળદરવાળા દૂધ પીવો છો તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે.

જો આપણા શરીરમાં કોઈપણ જાતની સર્જરી કરવામાં આવેલી હોય તોપણ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, આવા સમયે હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં લોહીની સમસ્યા થઈ શકે છે. અને કોઈ સર્જરી થઈ હોય તો તેમાં સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

હળદર વાળું દૂધ કોને ના પીવું જોઈએ?

જે લોકોનું લોહી પાતળું હોય

જે લોકોનું લોહી પાતળું હોય તેવા લોકોએ હળદરનું દૂધ પીવું જોઈએ નહીં ઘણા લોકો લોહી કંઠઇ જવાથી બચવા માટે લોકો આ દવાઓ લે છે જો તમે પણ તેમાંથી એક હોય તો પછી તમારા માટે દૂધનું હળદર સાથે સેવન કરવું એ હાનિકારક હોઈ શકે છે

પિત્તાશયની સમસ્યા હોય 

જે લોકોને પિતાશયની સમસ્યા હોય તેવા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી પિતાશયની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન

ગર્ભવતી સ્ત્રીઓએ હળદર વાળું દૂધ પીવું જોઈએ નહીં વધારે પ્રમાણમાં હળદર વાળું દૂધ ન સેવન કરવાથી ગર્ભાશયની જટિલતા વધી શકે છે.

ગેસ અને એસિડિટીની સમસ્યા હોય ત્યારે

ગેસ અને એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકો એ હળદર વાળું દૂધ પીવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે, હળદર વાળું દૂધ એસીડીટીની સમસ્યામાં વધારો કરી શકે છે અને તેના સિવાય પેટમાં અસર હોય તો પણ હળદર વાળું દૂધ લેવાનું ઉઠાડવું જોઈએ.

હળદરવાળું દૂધ બનાવવાની રેસીપી | Turmeric Milk Recipe

હળદરવાળું દૂધ પીવાના ફાયદા સામાન્ય રીતે બધા લોકો દૂધ ગરમ કરીને તેમાં એક ચમચી હળદર નાખી દે છે. જોકે બધા આમ જ કરે છે પરંતુ હળદરના વધુ ફાયદા મેળવવા માટે દૂધમાં લીલી કાચી હળદર નાખી અને ગરમ કરો તો વધારે ફાયદો મળે છે. સુકવેલી અને ખાંડેલી હળદર માંથી એન્ટિ ઓક્સિડન્ટ નું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે.

જો લીલી હળદર વાપરવી હોય તો પા ભાગના ગ્લાસમાં પાણી ભરી તેમાં એક વેઢા જેટલી હળદરનો ગાંગડો વાટીને ઉકાળવું જોઈએ અને બરાબર ઉકળી ગયા પછી પોણો ગ્લાસ દૂધ ઉમેરવું જોઈએ અને ઠરી જાય પછી એ દૂધ પી લેવું જોઈએ અને હળદરનો કુચો ચાવી જવો જોઈએ.

આમ હળદર વાળુ દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેથી તાસીર મુજબ તે નુકશાન ન કરી તેટલી માત્રામા પીવુ જોઇએ. ચહેરા પર પડેલી કરચલીઓના કારણે આપણે સમયથી વહેલા વૃદ્ધ દેખાવા લાગીએ છીએ. હળદર વાળું દૂધ પીવાથી આ કરચલીઓ દૂર થાય છે.

WhatsApp ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

Leave a Comment