WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pashupalan Loan Yojana 2024 Gujarat – પશુપાલન લોન યોજના હેઠળ રૂ.12 લાખ સુધીની ઓછા વ્યાજ-દરે મળશે લોન

Pashupalan Loan Yojana 2024

Pashupalan Loan Yojana 2024 : ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પુરી પાડવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. આ આર્ટિકલમાં ખાસ કરીને વાત કરવામાં આવી છે સરકારની પશુપાલન યોજના વિશે. જે યોજનામાં સરકાર પશુપાલન માટે આપી રહી છે લાખો રૂપિયા, જાણો વિગતવાર.

સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની હાર્દિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

Pashupalan Loan Yojana 2024 | પશુપાલન લોન યોજના 2024

યોજનાનું નામ પશુપાલન લોન યોજના
હેતુ પશુપાલન વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તૃત કરવા
લાભાર્થીઓ ખેડૂતો, પશુપાલકો, ડેરી ઉદ્યોગકારો
લોનનો ઉપયોગ પશુઓની ખરીદી, ગોશાળા નિર્માણ, ઘાસચારો વ્યવસ્થા, આધુનિક સાધનો
લોનની રકમ પ્રોજેક્ટના ખર્ચ અનુસાર (સામાન્ય રીતે ₹50,000 થી ₹12 લાખ સુધી)
વ્યાજ દર 7% થી 12% (બેંક અને યોજના અનુસાર)
પુનઃચુકવણી અવધિ 3 થી 7 વર્ષ
જામીનગીરી પશુઓ અથવા અન્ય સંપત્તિ
સબસિડી કેટલીક યોજનાઓમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે
દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, આવકનો પુરાવો, જમીનના દસ્તાવેજો

 

પશુપાલન લોન યોજના 2024 અન્ય માહિતી 

પશુપાલન લોન એક એવા પ્રકારની લોન છે, જેમાં પશુપાલકોને સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ પશુપાલકોને રોજગારી મળી રહે.જો તમારી પાસે 10 કે તેથી વધુ પશુઓ હોય તો તમને આ લોન ઘણી સરળતાથી મળી રહે છે. આ યોજનાની સાથે સાથે પશુઓ માટે તબેલો બનાવવા પણ સરકાર લોન આપી રહી છે.આ યોજના સીધી રીતે ખેડૂતો, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આ બધા ક્ષેત્રે રોજગારી આવતા, દેશના આર્થિક વિકાસ પર પણ હકારાત્મક અસરો જોવા મળે છે.અમુક ઉપયોગી દસ્તાવેજોની સાથે તમે પશુપાલન લોન યોજનામાં અરજી કરી શકો છો. માહિતી અનુસાર આ યોજનામાં લાભાર્થીને રૂપિયા 12 લાખની સહાય મળતી હોય છે.

ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આ પશુપાલન લોનની યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાં શરૂ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા લોકો આનો લાભ મેળવી ચુક્યા.જે વ્યક્તિઓ ગુજરાત રાજ્યના નાગરિક છે. તે લોકો જ આ લોન માટે અરજી કરી શકે છે. લાભાર્થીના દુધાળા પશુઓના આધાર પર તેમને સરકાર તરફથી જરૂરી રકમ ફાળવવામાં આવે છે.દરેક બેન્ક અનુસાર લોન ચુકવણીના વ્યાજદર અલગ અલગ હોઈ શકે છે. આની ચુકવણી માટે પણ અમુક વર્ષો નિશ્ચિત કરેલા હોય છે. તે સમયગાળામાં લોનની ચુકવણી કરવાની રહેશે.ખેડૂત તથા પશુપાલક વર્ગના લોકો આ યોજનાના મુખ્ય હકદાર છે. પરંતુ લોન મેળવવા માટે વધારે પશુઓ હોવા પણ અનિવાર્ય છે. જેના કારણે સરળતાથી લોન મળી રહે છે.

આવશ્યક દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખપત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રેશન કાર્ડ
  • વીજળી બિલ
  • ટેલિફોન બિલ
  • પાન કાર્ડ
  • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • આવકનો પુરાવો (પગાર સ્લિપ, આવકવેરા)
  • પશુપાલન પ્રોજેક્ટ રિપોર્ટ
  • જમીનના દસ્તાવેજો (જો લાગુ પડતા હોય તો)
  • ગૌશાળા/તબેલાની માલિકી અથવા ભાડાનો પુરાવો
  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા
  • જામીનદારનું ઓળખપત્ર
  • જામીનદારનો આવકનો પુરાવો
  • પશુ વીમા પોલિસી (જો અગાઉથી હોય તો)
  • પશુ આરોગ્ય પ્રમાણપત્ર (પશુ ચિકિત્સક દ્વારા)

પશુપાલન લોન યોજનાનો કોને મળશે લાભ

  • અરજદાર વ્યક્તિ ગુજરાતનો મૂળ રહેવાસી હોવો જોઈએ, તેની પાસે ગુજરાતની નાગરિકતા હોવી જરૂરી છે.
  • તબેલા કે પોતાની જગ્યામાં 10 કે તેથી વધુ પશુઓ હોવા અનિવાર્ય છે.
  • જો તમારી પાસે તબેલો હોય તો લોન મેળવવામાં ઘણી સરળતા રહે છે.
  • અરજદારની ઉમર 18 વર્ષથી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજી કરનારની વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદાની અંદર હોવી જોઈએ.
  • અરજદાર કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થાનો ડિફોલ્ટર ન હોવો જોઈએ.
  • જરૂરી જામીનગીરી આપવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર પાસે જરૂરી તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.

અરજી કઈ રીતે કરવી

  • આ પ્રક્રિયાની શરૂઆતમાં, તમારે જિલ્લાના કૃષિ વિભાગની કચેરીએ જવાનું હોય છે.
  • ત્યાં અધિકારીઓને મળી, તમારા પશુઓની સંખ્યા અને તબેલાની માહિતી આપવી પડશે.
  • અધિકારીઓ તમને જરૂરી દસ્તાવેજો અને લોન અંગેની જાણકારી પુરી પાડશે.
  • ત્યાં જ અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમામ વિગતો આપવાણી રહેશે.
  • પછી, સંબંધિત કચેરીમાંથી લોન માટેના બધા દસ્તાવેજોની માહિતી મેળવી લો.
  • અધિકારી પાસેથી પ્રોજેક્ટ સ્ટેમ્પ અને લોનની મંજૂરી મેળવવી પડશે.
  • ત્યારબાદ, નિર્ધારિત બેંકમાં જઈ લોન માટે અરજી કરો.
  • બેંક મેનેજરને લોન અંગેની બધી માહિતી આપવી પડશે.
  • પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરની સહી-સિક્કા ચકાસ્યા પછી બેંક લોન મંજૂર કરશે.
  • ત્યારબાદ અંતમાં મંજૂર થયેલી લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

અન્ય યોજનાઓ અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

Leave a comment