PM SVANidhi Yojana 2024: પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટવીટર પર આ માહિતી આપી છે.
જો કોઈ શેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કરિયાણા, રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માંગે છે, તો તેને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. આ લોનની રકમ સરકાર દ્વારા હપ્તાના રૂપમાં આપવામાં આવે છે. જો કે, જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે.
PM SVANidhi Yojana 2024 – વિગતવાર
યોજનાનું નામ | PM સ્વનિધી યોજના 2024 |
ઉદ્દેશ્ય | સ્વનિધિ યોજના દ્વારા નાના વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો. |
લોનની રકમ | ₹10,000 થી ₹50,000 સુધીની લોનની રકમ |
સમય મર્યાદા | 1 વર્ષ |
PM સ્વનિધી યોજના 2024 વિશે અન્ય માહિતી
આજે આપણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે ચર્ચા કરીશું, જેમાં પીએમ સ્વંનિધિ સરકારી યોજનામાં અરજી કેવી રીતે કરવી, લોન ની રકમ કેવી રીતે મેળવવી, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને પીએમ સ્વ નિધિ પોર્ટલ ની સંપૂર્ણ વિગત આ બ્લોગથી મેળવીશું.મિત્રો, આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના અથવા મોટા ધંધાર્થીઓને રુપિયા 50,000 ની લોન આપવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બને અને પોતાનો ધંધો શરૂ કરી શકે.આ યોજનાની શરુઆત 1 જુન 2020 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના નુ બીજું નામ પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ તરીકે પણ ઓળખાય છે.
PM સ્વનિધી યોજનાનો હેતુ
પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાનો ધ્યેય નાણાકીય સહાય દ્વારા નાના ઉદ્યોગો અને ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાનો, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીની તકો વધારવાનો છે. આ પહેલ નાના વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોને નવા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ સુરક્ષિત કરવામાં અને તેમની કામગીરીને વિસ્તૃત કરવામાં મદદ કરવા માટે લોન અને સમર્થન આપે છે. ભારત સરકારે નાના ઉદ્યોગોના વિકાસને વેગ આપવા માટે પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરી.
PM સ્વનિધી યોજનાની પાત્રતા
- તમે ભારતના નાગરિક હોવા જોઈએ
- આ યોજનાનો લાભર્થી સ્ટ્રીટ વેન્ડર એક્ટ ૨૦૧૪ ના આધાર પર નક્કી થાય છે જેમાં શાકભાજી લારી, વાળંદ, સુથાર, મોચી, ધોબી જેવા અલગ અલગ ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
- આ યોજનામાં કોઇપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
- તમારે વેન્ડિગ નું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે.
- ભારત સરકારે આ યોજના અંતર્ગત રુ. 5 હજાર કરોડ બજેટમાં ફાળવ્યા છે.
PM સ્વનિધી યોજનાનો લાભ
- ભારતના કુલ 50 લાખ કરતાઅ વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.
- આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. 10 હજાર થી લઈને 50 હજાર સુધીની ધંધા અર્થે લોન આપવામાં આવશે.
- જો તમે પીએમ સ્વનિધિ યોજના નો હપ્તો દર મહિને ચુકવશો તો તમને તમારી લોનના 7 ટકા સબસિડી મળશે.
- એક મોટો ફાયદો કે તમે જો આ લોન ની રકમ ભરી નહી શકો તો તમને કોઈપણ પ્રકારનુ વ્યાજ કે સજા થશે નહીં.
- તમારે આ લોન લેવા માટે કોઈ પણ પ્રકારના કોલેટરલ સિક્યુરિટી કે બોન્ડ આપવા પડતા નથી.
ક્યાંથી મેળવી શકાશે ધિરાણ
- ગ્રામિણ બેંકો
- સહકારી બેંકો
- માઇક્રો ફાઈનાન્સ કંપનીઓ
- સ્વસહાય જુથો (SHG) બેન્કો
આવશ્યક દસ્તાવેજ
- આધારકાર્ડ
- ડોમેસાઈલ સર્ટીફિકેટ
- આવકનો દાખલો
- બેન્ક ખાતાની વિગત
- બી.પી.એલ કાર્ડ
- મોબાઈલ નંબર
- વેન્ડર અંગેનું પ્રમાણપત્ર
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
- સૌ પ્રથમ pm svanidhi yojana ની ઓફીસીયલ વેબસાઈટ પર જાઓ
- ત્યાં તમારે “Login” બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી “Request OTP” બટન પર ક્લિક કરો.
- ખાસ નોધ :- તમારુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવા જરુરી છે.
- હવે તમારા મોબાઈલ માં આવેલ “OTP” નાખી ને લોગીન કરો.
- તમારી લોન મુજબ પાત્રતા છે કે નહીં તે ચકાસવું મહત્વનું છે.
- હવે તમારી સામે “Planning to Apply for Loan” નુ પેજ ખુલશે જેમાં આપેલ માહિતી તમારે વાંચી જવી.
- હવે ત્યા તમને પ્રથમ સ્ટેપ નીચે “View/ Download Form ” ઓપશન દેખાશે.
- જેના પર ક્લિક કરી PM Svanidhi Yojana Form તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
- અથવા આ યોજનાનુ ફોર્મ તમે અમારી નિચે આપેલ લિંક થી પણ ડાઉનલોડ કરી શક્શો.
- હવે તમારે ફોર્મમાં આપેલ માહીતી ભરી સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડી આ યોજના અંતર્ગત ની સંસ્થાઓ કે બેન્કો માં જઈ તમે તમારી અરજી ફોર્મ જમાં કરાવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.