WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vahali Dikri Yojana 2024: દીકરી ને મળશે રૂ.110000, ની સહાય

Vahali Dikri Yojana 2023: દીકરી ને મળશે રૂ.110000, ની સહાય

Vahali Dikri Yojana 2024: વહાલી દિકરી યોજના ફોર્મ: રાજ્યમા દીકરી ઓ નો જન્મ દર વધારવા અને કન્યા શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના 2019 થી લાગુ પાડવામા આવી છે. આ યોજનામા જેના ઘરે દીકરીનો જન્મ થાય તે દીકરીને તે 18 વર્ષ ની થાય ત્યા સુધી મા સરકાર તરફથી રૂ. 110000 જેટલી સહાય આપવામા આવે છે.

આ આર્ટીકલ મા વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ,વહાલી દીકરી યોજના પરિપત્ર,વહાલી દીકરી યોજના ફોર્મ PDF,વહાલી દીકરી યોજના આવક મર્યાદા,વ્હાલી દીકરી યોજના 2023,વહાલી દીકરી યોજના ઠરાવ,દીકરી સહાય યોજના,વ્હાલી દીકરી યોજના સોગંદનામું ની માહિતી મેળવીશુ

આ પણ વાંચો: બેટરી સંચાલીત ત્રી ચક્રિ વાહન ખરીદવા મળશે રૂ.48000 ની સહાય

Vahali Dikri Yojana 2024

સહાય યોજના વહાલી દીકરી યોજના
પોસ્ટનું નામ વહાલી દિકરી યોજના ફોર્મ
વિભાગ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભ મેળવનાર ગુજરાત ના નાગરીકો
ક્યાં રાજ્યમાં લાગુ ગુજરાત
ક્યારથી લાગુ 2019
સંપર્ક કચેરી મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી
અરજી કરવાનો મોડ ઓફલાઈન

 

પાત્રતા ધોરણો

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓ માટે જ આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • દીકરી જન્મ થી એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના ફોર્મ મા આધાર પુરાવા સહીતની અરજી કરવાની હોય છે.
  • દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

વહાલી દિકરી યોજના ફોર્મ

  • આ યોજનાની શરૂઆત 2019 થી કરવામા આવી છે.
  • પહેલા 3 બાળકો પૈકી દીકરીઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • આ યોજના નો લાભ તા.2-8-2019 પછી જન્મેલી દીકરી માટે મળવાપાત્ર છે.
  • આ યોજના મા આવક મર્યાદા રૂ.2 લાખ વાર્ષિક નક્કી કરવામા આવેલી છે.
  • આ યોજના અંતર્ગત જે દીકરી નુ ફોર્મ ભરેલ હોય તે પહેલા ધોરણ મા પ્રવેશ મેળવે ત્યારે રૂ.4000 ની સહાય જમા કરવામા આવે છે.
  • આ દીકરી ધોરણ 9 મા આવે ત્યારે રૂ.6000 ની સહાય જમા કરવામા આવે છે.
  • આ દીકરી 18 વર્ષ ની થાય ત્યારે રૂ.100000 ની સહાય જમા કરવામા આવે છે.
  • રાજયમા કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા, શાળાઓમા ડ્રોપ આઉટ રેટ ઘટાડવા ના હેતુથી આ યોજના અમલમા મૂકવામા આવી છે.

વહાલી દીકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા) સક્ષમ સતાધિકારી દ્વારા અપાયેલો
  • દીકરીના માતા-પિતા ના આધાર કાર્ડ ની નકલ
  • દીકરીના માતા-પિતાના જન્મ ના પુરાવા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ નો દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં કરવાનુ સોગંધનામું

આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે તમારા નજીકની આંગણવાડી નો સંપર્ક કરવાનો રહેશે. અથવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ICDS શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર શૌચાલય બનાવવા માટે આપશે 12000/- રૂપિયા

વહલી દિકરી યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
  • દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
  • પિતાનો આવકનો દાખલો
  • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
  • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)

મહત્વની તારીખો

  • આ યોજના માટે તા-02/08/2019 બાદ જન્મેલ દીકરીઓને જ લાભ મળશે.
  • તેમજ દીકરી જન્મયા પછી 18 માસ ની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે.

વ્હાલી દીકરી યોજના માટે અરજી કઈ રીતે કરવી?

આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે. અથવા ફોર્મ ની લિંક ઉપર આપેલી છે. તે ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ સાથે ત્યાં સબમીટ કરવાનું રહશે.

મહત્વપૂર્ણ લિંક

વ્હાલી દીકરી યોજના PDF અહીં ક્લિક કરો
ટ્વિટર પોસ્ટ અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો: 

લખપતિ દીદી યોજના 2023

ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે કુલ ખર્ચના 50 ટકાની સહાય

Leave a Comment