WhatsApp Group Join Now
Telegram Group Join Now

Manav Kalyan Yojana 2024 – ધંધા માટે રૂ.25 હજાર સુધીની મળશે સહાય, લાભ લેવા માટે અહી ક્લિક કરો

Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024

Manav Kalyan Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2024 વિશે માહિતી મેળવીશું.

Manav Kalyan Yojana 2024 – વિગતવાર

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2024
શરૂઆત ગુજારત સરકાર
મળવાપાત્ર સહાય રૂ.25,000 સુધીની સાધન સહાય
અરજી મોડ ઓનલાઈન

 

માનવ કલ્યાણ યોજના 2024 વિશે અન્ય માહિતી

કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.

માનવ કલ્યાણ યોજનાનો હેતુ

આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે.

યોજનાનો લાભ અને વિશેષતાઓ

રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.

  • આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
  • દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
  • અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/- થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.

મફત સાધન સહાયની યાદી

  • દૂધ દહીં વેચનાર
  • ભરતકામ
  • બ્યુટી પાર્લર
  • પાપડ બનાવટ
  • વાહન સર્વિસીંગ અને રીપેરિંગ
  • પ્લમ્બર
  • સેન્‍ટિંગ કામ
  • ઈલેક્ટ્રીક એપ્લાર્યન્‍સીસ રીપેરીંગ
  • અથાણા બનાવટ
  • પંચર કીટ

આવશ્યક દસ્તાવેજ

  • ફોટો
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ઇ શ્રમ કાર્ડ
  • આવક નો દાખલો
  • જાતી નો દાખલો

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.

જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.

જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.

કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.

ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana 2024” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.

E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.

Manav Kalyan Yojana 2024 - ધંધા માટે રૂ.25 હજાર સુધીની મળશે સહાય, લાભ લેવા માટે અહી ક્લિક કરો

જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ

E-Kutir Portal પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.

હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.

જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.

જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.

ત્યારબાદ “Registration successfully! Your User ID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.

હવે “Login to Portal” પેજમાં આવીને User Id , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.

લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.

માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.

હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.

Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Manav Kalyan Yojana 2024 - ધંધા માટે રૂ.25 હજાર સુધીની મળશે સહાય, લાભ લેવા માટે અહી ક્લિક કરો

યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.

હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે

માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.

અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્‍ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.

Manav Kalyan Yojana 2024 - ધંધા માટે રૂ.25 હજાર સુધીની મળશે સહાય, લાભ લેવા માટે અહી ક્લિક કરો

ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.

ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ અહી ક્લિક કરો
અન્ય માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

Leave a comment