Gujarat Kuvarbai Nu Mameru Yojana 2024 : ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.
ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 12,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.10000 ની સીઘી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.
Kuvarbai Nu Mameru Yojana 2024 – વિગતવાર
યોજનાનું નામ | કુંવરબાઈનું મામેરું યોજના |
હેતુ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્નમાં નાણાંકીય સહાય |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ |
અરજી મોડ | ઓનલાઈન |
કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ્ય
અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગની કન્યા લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની અને જનજાતિની પુખ્ત વયની બે કન્યા ના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ 1-4 -2021 પછી લગ્ન કરનાર કન્યા ને સુધારેલા દર મુજબ 12,000 ની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુનાદર મુજબ ₹10,000 ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજનાની પાત્રતા
- કુવરબાઈ નુ મામેરુ યોજના ફોર્મ માટે social justice and empowerment department દ્વારા પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- લાભાર્થી ગુજરાત રાજ્યનું મૂળ વતની હોવો જરૂરી છે.
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ.
- એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરી ના લગ્ન માટે કુંવરબાઈનુ મામેરુ યોજના નો લાભ મળશે.
- લાભાર્થીના પુનઃ લગ્નના ખિસ્સામાં આ યોજના મળશે વિધવા પુનમ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
- કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે.
- સાથ ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુવરબાઈનું મામેરુ યોજનાની સહાય મળવા પાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ
- ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
- આ યોજના હેઠળ કર્યાના બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે 10,000 સહાય ચૂકવવામાં આવતી હતી જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
- જે કન્યાઓએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 12 હજાર રૂપિયા મળશે.
આવશ્યક દસ્તાવેજ
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણી કાર્ડ
- કન્યા ના પિતા નું આધારકાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- યુવકનો જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ભાળા કરાર ચૂંટણી કાર્ડ
રેશનકાર્ડ પૈકી કોઈપણ એક - કન્યા ના પિતા અથવા તો માતાની વાર્ષિક આવકનો દાખલો
- કન્યા ની જન્મ તારીખ નો આધાર લિવિંગ સર્ટીફીકેટ જન્મ તારીખ નો દાખલો
અભણના કિસ્સામાં સરકારી ડોક્ટર નું પ્રમાણપત્ર. - મેરેજ સર્ટિફિકેટ
- Bank પાસબુકની પ્રથમ પેજ ની ઝેરોક્ષ
- કન્યા ના પિતા અથવા વાલી નું એકરારનામુ
- કન્યા ના પિતા અથવા તો વાલીનું બાહેંધરી પત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
અરજી કઈ રીતે કરવી
- કુવરબાઈનુ મામેરુ યોજના સરકારી યોજના માટે અરજી સમય સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈને કરી શકો છો.
- https://esamajkalyan.gujarat.gov.in/
- સૌપ્રથમ તમારે તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે અને આઈડી અને પાસવર્ડ તમારા ઈમેલ આઇડી માં મોકલવામાં આવશે.
- રજીસ્ટ્રેશન કર્યા પછી એ આઈડી પાસવર્ડથી તમારે લોગીન કરવાનું રહેશે.
- અને ત્યારબાદ તમારે કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તેવા બધી વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
- એકરાર નામું ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
HomePage | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.