WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Suraksha Bima Yojana : માત્ર 12 રૂપિયામાં મળશે 2 લાખનો વીમો

Pradhan Mantri Suraksha Bima Yojana

Pradhan Mantri Suraksha Bima Yojana : વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના એ એક એવી યોજના છે જે આકસ્મિક મૃત્યુ અને અપંગ થનારને વીમાનું કવચ પ્રદાન કરે છે. આ યોજના એક વર્ષનું કવરેજ આપે છે અને દર વર્ષે સબસ્ક્રાઇબરે રીન્યૂલ કરવાની જરૂર પડે છે. PMSBY ના પ્રીમિયમની કપાત અંગે હવે લોકોને બેંકના SMS મળવાની શરૂઆત થઈ ગઈ છે. સંચારના અન્ય માધ્યમો દ્વારા પણ બચત ખાતા ધારકોને માહિતગાર કરાઈ રહ્યા છે.

જે લોકોએ પહેલેથી જ PMSBY યોજના માટે નામ નોંધાવ્યું છે તેમના ખાતામાંથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા 12 રૂપિયા નું પ્રીમિયમ કાપવામાં આવે છે. બેંક એકાઉન્ટમાંથી સામાન્ય રીતે દર વર્ષે 25 મેથી 31 મે દરમિયાન પ્રીમિયમની રકમ ડેબિટ થાય છે. યોજના હેઠળ વ્યક્તિને આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે 2 લાખ અને આંશિક અપંગતા માટે 1 લાખનું વીમા કવચ મળશે.

PMSBY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા

યોજનાની કવરેજ અવધિ દર વર્ષે 1 જૂનથી 31 મે સુધીની છે. બીજા વર્ષે પણ કોઈ આ યોજના ચાલુ રાખવા માંગે છે, તો રીન્યુઅલ પ્રીમિયમ મે મહિનામાં ચૂકવવામાં આવે છે. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે. તમારે આ મહિનાના અંતમાં આ પ્રીમિયમ ચૂકવવું પડશે. આ રકમ 31 મેના રોજ તમારા બેંક ખાતામાંથી ઓટો ડેબિટ કરવામાં આવે છે. જો તમે PMSBY લીધેલ હોય તો તમારે બેંક ખાતામાં પ્રીમિયમની રકમ રાખવી પડશે.

Pradhan Mantri Suraksha Bima Yojana વિશે અન્ય માહિતી

કોરોનાનાં સંકટ સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થયા છે. લોકોને હવે લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાઈ ગયું છે. લોકો મોટી સંખ્યામાં વીમા કવર લઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જેના અંતર્ગત માત્ર 12 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર મળે છે.

ક્લેઇમ પ્રક્રિયા શું રહે છે

વીમા રકમનો દાવો કરવા માટે નોમિની અથવા સંબંધિત વ્યક્તિએ પહેલા એ બેંક અથવા વીમા કંપની જ્યાંથી પોલિસી ખરીદી હતી ત્યાં જવું આવશ્યક છે. ક્લેઇમ માટે ફોર્મ મળશે જે ભરી નોમિનીએ સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મમાં નામ, સરનામું અને ફોન નંબર જેવી માહિતી આપવાની હોય છે. મૃત્યુ પ્રમાણપત્ર અથવા અપંગતા પ્રમાણપત્ર પણ આવશ્યક છે. ચકાસણી પછી ક્લેઇમની રકમ લાભકર્તાના ખાતામાં જમા થાય છે.

PMSBY ની શરતો

આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે. પોલિસીનું પ્રીમિયમ પણ ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવે છે. PMSBY પોલિસી અનુસાર, વીમા ખરીદનાર ગ્રાહકનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે અથવા વિકલાંગ થઈ જાય છે તો તેના આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ મળે છે.

મહત્વની જાણકારી

  • યોજનાનો લાભ લેવા માટે 18થી 70 વર્ષની વય હોવી જોઈએ. 70 વર્ષ બાદ આ યોજનાનો લાભ નથી મળતો.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું નજીકની બેંકમાં અકાઉન્ટ હોવું જરૂરી છે.
  • બેંક ખાતામાંથી વીમા પ્રીમિયમના પૈસા ડાયરેક્ટ ડેબિટ થઈ જાય છે.
  • ખાતામાં પ્રીમિયમ રિન્યુ માટે પૂરતું બેલેન્સ નહીં હોય તો પોલિસી રદ થઈ જશે.
  • બેંક અકાઉન્ટ બંધ થઈ જવાની સ્થિતિમાં પોલિસીનો અંત આવશે.
  • જો તમારી પાસે મલ્ટીપલ બેંક ખાતા છે તો આ યોજનાને કોઈ એક બેંક અકાઉન્ટ સાથે લિંક કરી શકાય છે.

આવશ્યક દસ્તાવેજ

  • અરજદારનું આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • ઉંમર પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું

  • તમારું જે બેંકમાં ખાતું છે, તે બેંકની કોઈપણ બ્રાંચમાં જઈને તમે PMSBY પોલિસી માટે અરજી કરી શકો છો.
  • આ યોજના સાથે સંબંધિત ફોર્મ https://www.dif.mp.gov.in/pmjsby.htm પરથી ડાઉનલોડ કરીને બેંકમાં જઈને જમા કરાવી શકો છો.
  • પ્રીમિયમ માટે તમારે બેંક ફોર્મમાં એ સ્વીકૃતિ આપવી પડશે કે તમારા ખાતામાંથી પ્રીમિયમની રકમ આપોઆપ કટ કરવામાં આવશે.
  • બેંક મિત્ર પણ ઘરે ઘરે PMSBY પહોંચાડી રહ્યા છે. તેના માટે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકાય છે.
  • સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓ આ પ્લાન વેચે છે.

મહત્વપૂર્ણ લિંક

આવી કેટલીક અન્ય માહિતી માટે અહી ક્લિક કરો
Home Page અહી ક્લિક કરો

 

નિષ્કર્ષ

જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.

નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.

1 thought on “Pradhan Mantri Suraksha Bima Yojana : માત્ર 12 રૂપિયામાં મળશે 2 લાખનો વીમો”

Leave a comment