WhatsApp Group Join Now
Telegram Group Join Now

Smartphone Sahay Yojana 2024 – સ્માર્ટફોનની ખરીદી પર રૂ.6000 સુધીની મળશે સહાય

Smartphone Sahay Yojana

Smartphone Sahay Yojana 2024 : ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અને પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Portal પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2024-25 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ , બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં હાલમાં તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે અગત્યની છે.

અત્યારે હાલમાં ડિજીટલ યુગ છે. તાજેતરમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ વિશે માહિતી મેળવીશું. Smartphone Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

સ્માર્ટફોન સહાય યોજના 2024 – વિગતવાર

યોજનાનું નામ સ્માર્ટફોન સહાય યોજના 2024
મળવાપાત્ર સહાય મોબાઈલની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સહાય
લાભાર્થીઓ રાજ્યના ખેડૂતો

 

સ્માર્ટફોન સહાય યોજના વિશે અન્ય માહિતી

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના એ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવામાં આર્થિક મદદ કરવાનો છે.કેન્દ્ર સરકાર દ્વારા કૃષિઓ માટે પીએમ કિસાન પોર્ટલ પર અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં આ યોજનાની સાથે સાથે પશુપાલની યોજનાઓ , બાગાયતી યોજનાઓ વગેરે પણ જોવા મળે છે.આધુનિક જમાના અને વધતી જતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે. આ દ્વારા સરકારનો એ પ્રયાસ છે કે ખેડૂતો પણ ડિજિટલ યુગમાં પોતાની ઓળખ ઉભી કરી શકે.

કૃષિ ક્ષેત્રનો દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો રહેલ છે. આ ક્ષેત્રમાંથી કરોડો લોકોને રોજગારી મળી રહે છે. સરકાર અને પ્રજાને પણ આ ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થાય છે.આને ધ્યાનમાં રાખતા સરકારના ખેડી-વાડી વિભાગે ખેડૂતો માટે સ્માર્ટ ફોન યોજના શરૂ કરી છે. જેનો લાભ અનેક લોકો લઇ ચુક્યા છે. જો તમે ખેતી કરતા હોય તો તમે પણ આ સેવાનો લાભ લઇ શકો છો.સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ દરેક ગરીબ ખેડૂતને મોબાઈલ માટે કુલ રૂપિયા 6,000 ફાળવવામાં આવે છે. સાથે તમને મોબાઈલ ખરીદ કિંમત પર 40 % સુધીની સહાય મળતી હોય છે.

સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ

ઈન્ટરનેટના યુગમાં બધી જ માહિતી આંગળીના ટેરવે મળી રહે છે. ત્યારે ખેડૂતો પણ આ સેવાનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર મોબાઈલ ખરીદ પર સહાય આપે છે. જેથી ખેડૂતો ખેતીને લાગતી તમામ માહિતીથી અવગત રહે જેમ કે હવામાન વિશે માહિતી, ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી યોજનાઓ, આધુનિક ખેતી વિશે માહિતી તથા પાકમાં આવતા રોગ વિશે ઓનલાઇન માહિતી મેળવી શકે છે. આ બધી સુવિધાઓ ખેડૂત સુધી પહોંચે તે માટે સરકારે આ યોજના જાહેર કરી છે.

લભાર્થીની પાત્રતા

રાજ્યના પછાત વર્ગના ખેડૂતો માટે બનાવવામાં આવેલી આ યોજના ખરેખર લાભકારક છે. જેનો લાભ લેવા માટે નીચે દર્શાવેલી પાત્રતા હોવી જરૂરી છે.

  • ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જોવું જોઈએ.
  • અરજદારે ગુજરાતના નાગરિક હોવું જરૂર છે.
  • અરજદારના બેન્કમાં એક કરતા વધુ ખાતા હોય તો પણ સહાય એક જ વાર મળી
    શકે છે.
  • સંકયુક્ત ખાતામાં ikhedut 8-A ખાતેદાર લાભ મેળવી શકે છે.

સ્માર્ટફોન ખરીદી માટેના નિયમો

જેટલા પણ લોકો સ્માર્ટ ફોન સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ માટે અમુક નિયમો બનાવેલા છે. આ નિયમોનું પાલન કરનાર દરેક ખેડૂતને સહાય મળવાપાત્ર છે.

  • યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • અરજી કર્યા બાદ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવતી હોય છે.
  • અરજી મંજુર થાય તો તમને એક ઇમેઇલ મોકલવામાં આવે છે.
  • યોજનામાં પસંદગી પામ્યા બાદ 15 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કરવાની હોય છે.
  • સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ ખેડૂતોએ અરજી પત્રકમાં સહી કરવાની હોય છે.
  • સહી કરેલી પ્રિન્ટ અને તમામ દસ્તાવેજોને નજીકની સરકારી કચેરીમાં જમા કરાવવાના હોય છે.
  • સ્માર્ટફોન ખરીદીનું બિલ પણ અહીં રજૂ કરવાનું હોય છે.

યોજનાના મુખ્ય લાભો

  • આર્થિક મદદ : ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા માટે રૂ. 6000 સુધીની આર્થિક સહાય મળે છે.
  • ડિજિટલ સશક્તિકરણ : ખેડૂતો ડિજિટલ માધ્યમથી જોડાઈને આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે છે.
  • માહિતી સુલભતા : ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જેવી કે હવામાન અહેવાલ, બજાર ભાવ, નવી ખેતી પદ્ધતિઓ વગેરે સરળતાથી મેળવી શકાય છે.
  • સરકારી યોજનાઓની જાણકારી : વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી વિશે તાત્કાલિક માહિતી મળી શકે છે.
  • સમયની બચત : ઘણી માહિતી મોબાઈલ પર જ મળી જવાથી ખેડૂતોનો સમય બચે છે.
  • ઓનલાઈન બેન્કિંગ સુવિધા : મોબાઈલ દ્વારા ખેડૂતો ઓનલાઈન બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
  • કૃષિ નિષ્ણાતો સાથે સંપર્ક : મોબાઈલ એપ્સ દ્વારા ખેડૂતો કૃષિ નિષ્ણાતો સાથે સીધો સંપર્ક કરી શકે છે.
  • શિક્ષણ અને તાલીમ : ઓનલાઈન કૃષિ શિક્ષણ અને તાલીમ કાર્યક્રમોનો લાભ લઈ શકાય છે.
  • બજાર જોડાણ : ખેડૂતો સીધા ગ્રાહકો અથવા વેપારીઓ સાથે જોડાઈ શકે છે, જેનાથી મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટે છે.
  • સામાજિક જોડાણ : અન્ય ખેડૂતો સાથે અનુભવો અને માહિતીની આપ-લે કરી શકાય છે.

આવશ્યક દસ્તાવેજ

  • ખાતેદારની આધાર કાર્ડ ઝેરોક્ષ
  • બેન્ક એકાઉન્ટની પાસબુક
  • રદ કરેલા ચેકની એક નકલ
  • ખેડૂતના જમીન સંબંધી ડોક્યુમેન્ટ્સ
  • મોબાઈલનો IMEI નંબર
  • AnyRoR પરથી મેળવેલ 8-અ નકલ
  • સ્માર્ટફોનનો GST નંબર ધરાવતું બિલ

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Smartphone Sahay Yojana 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.

જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.

આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.

ઓફિશિયલ વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના 2024

 

હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના 2024

 

જેમાં “Khedut Smartphone Sahay Yojana 2024” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.

જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેકટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

ઓનલાઈન અરજી ફોર્મ

ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.

લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

ખેડૂત લાભાર્થી દ્વારા Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.

સ્માર્ટફોન સહાય યોજના 2024

 

આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.

લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.

ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.

Leave a comment